Home Bibles ☰ Books 2 કાળવ્રત્તાંત 36:16 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 36:16 · ગુજરાતી બાઇબલ

પણ તેમણે દેવના સંદેશવાહકોની ઠેકડી ઉડાવી, દેવના વચનોની ઉપેક્ષા કરી, અને પ્રબોધકોને હસી કાઢયા, એટલે સુધી કે આખરે તેમના ઉપર યહોવાનો રોષ એવો તો ઊતર્યો કે, કોઇ ઉપાય ન રહ્યો.

Cross references

લેવીય 26:15

તથા માંરા કાનૂનોને ફગાવી દેશો, માંરા કાયદાઓની ઉપેક્ષા કરશો અને માંરી પ્રત્યેક આજ્ઞાનું પાલન ન કરીને માંરા કરારનો ભંગ કરશો,

ન્યાયાધીશો 2:17

પણ તેમણે તે ન્યાયાધીશોનું પણ સાંભળ્યું નહી. તેઓ દેવ પ્રત્યેની વફાદારી છોડી દઈને અન્ય દેવદેવીઓને માંનવા લાગ્યા અને એમની પૂજા કરવા લાગ્યા. તેમના પિતૃઓ યહોવાની આજ્ઞા પ્રમાંણે રહેતા હતાં, પણ આ લોકોને આ ગમ્યું નહિ અને તેઓએ યહોવાના હુકમો માંનવાનું બંધ કરી દીધું.

2 રાજઓ 2:23

ત્યાંથી તે બેથેલ જવા નીકળ્યો; અને તે રસ્તે થઈ જતો હતો એવામાં શહેરમાંથી કેટલાંક નાનાં બાળકો આવીને તેમની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યાં, તેઓ બૂમ પાડવા લાગ્યાં, “હે, ટાલિયા, આગળ જા.”

1 કાળવ્રત્તાંત 19:4

આથી રાજા હાનૂને રાજા દાઉદનાં રાજદૂતોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી અને તેઓનો પોષાક મધ્યમાંથી કાપી નાખ્યો જેના કારણે તેઓના શરીર ઉઘાડાં દેખાય. પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.

2 કાળવ્રત્તાંત 24:19

યહોવાએ તેમને પોતાના તરફ પાછા લાવવા માટે તેમની વચ્ચે પ્રબોધકો મોકલ્યા. પરંતુ તેમનો સંદેશો તેમણે સાંભળ્યો નહિ.

2 કાળવ્રત્તાંત 30:10

સંદેશવાહકો એફ્રાઇમ અને મનાશ્શા અને ઠેઠ ઝબુલોન સુધી ગામેગામ ફરી વળ્યા, પણ લોકોએ તેમની હાંસી ઉડાવી અને હસી કાઢયા.

એઝરા 5:12

અમારા પિતૃઓએ સ્વર્ગના દેવને ગુસ્સે કર્યા, તેથી તેણે તેઓનો ત્યાગ કર્યો. તેણે નબૂખાદનેસ્સાર રાજા દ્વારા આ મંદિરનો નાશ કરાવ્યો અને રાજાએ લોકોનો દેશનિકાલ કરીને બાબિલ મોકલ્યા.”

ગીતશાસ્ત્ર 35:16

તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા, તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો.

ગીતશાસ્ત્ર 74:1

હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે? તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?

ગીતશાસ્ત્ર 79:1

હે દેવ, વિદેશી રાષ્ટોએ તમારા લોકો પર આક્રમણ કર્યુ છે. અને તમારા પવિત્ર મંદિરને અશુદ્ધ કર્યુ છે. અને તેમણે યરૂશાલેમ તારાજ કર્યુ છે.

નીતિવચનો 1:24

પરંતુ મેં તમને બોલાવ્યા અને તમે ના પાડી. મેં મારો હાથ લંબાવી ઇશારો કર્યો પણ કોઇએ તેની કાળજી કરી નહિ;

નીતિવચનો 1:25

તમે મારા સવેર્ ઉપદેશ ફગાવી દીધા છે અને મારી ચેતવણીને પણ ગણકારી નથી.

નીતિવચનો 6:15

આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.

Interlinear

Choose Theme