જ્યારે કેટલાક લોકોએ દાઉદને ખબર આપી કે તેમના માણસોના શા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેમને મળવા માણસો મોકલ્યા, કારણ, તેઓ ખૂબ શરમાતા હતા, દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.
Cross references
પછી તેઓએ નગર અને તેમાંનું સઘળું બાળી મૂક્યું. ફકત સોના-રૂપાની અને પિત્તળની અને લોઢાની વસ્તુઓ યહોવાના ભંડારમાં મૂકવામાં આવી હતી.
પરંતુ તેના મૂંડી નાખેલા વાળ ફરી ઊગવા માંડયા.
જયારે દાઉદે આ વાત સાંભળી ત્યારે તેણે તેઓને મળવા માંણસ મોકલ્યો, કારણ, તેઓ ખૂબ શરમ અનુભવતાં હતાં. દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમાંરી દાઢી પાછી ઊગે ત્યાં સુધી તમે યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.”
તેના સમય દરમ્યાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું, તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબીરામ મરી ગયો, અને પોતાનો સૌથી નાનો પુત્ર સગૂબ જ્યારે તેના દરવાજાઓ ઊભા કર્યા ત્યારે મરી ગયો. નૂનના પુત્ર યહોશુઆના શબ્દો, કે જે યહોવાની ભવિષ્યવાણી હતી, આ રીતે સાચી પડી.
બીજા નોકરોએ જે કાંઈ બન્યું તે જોયું અને ખૂબ દિલગીર થયા પછી તેઓ તેમના ધણી પાસે ગયા અને સઘળી હકીકત જણાવી.