Home Bibles લેવીય 19:27 · ગુજરાતી બાઇબલ
લેવીય 19:27 · ગુજરાતી બાઇબલ

“તમાંરા કાનની બાજુના વાળ મૂર્તિપૂજાકોની જેમ કાપો નહિ, તમાંરી દાઢી બોડવી નહિ.

Cross references

લેવીય 21:5

“યાજકોએ શોક પાળવા માંટે પોતાના માંથાના વાળ મૂંડાવવા નહિ, તેમજ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ પાડવો નહિ.

પુનર્નિયમ 14:1

“તમે તમાંરા દેવ યહોવાનાં સંતાન છો તેથી મૃત મનુષ્યનો શોક પાળવા માંટે તમાંરા પોતાના પર કાપા ન કરવા, વળી દફનક્રિયા માંટે તમાંરા માંથાના આગળના ભાગનું મૂંડન ન કરાવુ.

1 કાળવ્રત્તાંત 19:4

આથી રાજા હાનૂને રાજા દાઉદનાં રાજદૂતોનું અપમાન કર્યુ. તેઓની દાઢી અડધી મૂંડાવી નાખી અને તેઓનો પોષાક મધ્યમાંથી કાપી નાખ્યો જેના કારણે તેઓના શરીર ઉઘાડાં દેખાય. પછી તેણે તેઓને શરમજનક સ્થિતિમાં દાઉદ પાસે પાછા મોકલ્યા.

યશાયા 15:2

દીબોનના લોકો પર્વત પર અને ઉચ્ચસ્થાનકે રડવાને જાય છે. મોઆબના લોકો નબો અને મેદબા પર મોઆબ આક્રંદ કરે છે. બધા જ માણસોએ શોકને લીધે માથું મૂંડાવી નાખ્યું છે, અને દાઢી બોડાવી નાખી છે;

ચર્મિયા 9:25

યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ;

ચર્મિયા 16:6

“કારણ કે આ લોકો પાસેથી મેં મારી શાંતિ પાછી ખેંચી લીધી છે, મેં મારો પ્રેમ અને મારી દયા પાછા ખેંચી લીધા છે. આ દેશમાં ઊંચ કે નીચ જે કોઇ મરશે, તેને નહિ કોઇ દફનાવે કે તેનો નહિ કોઇ શોક કરે: તેમને માટે નહિ કોઇ પોતાના શરીર પર ઘા કરે કે નહિ કોઇ માથું મુંડાવે.

ચર્મિયા 48:37

હા, હરેક માણસનું માથું મૂડાયું છે અને બધા માણસની દાઢી બોડવામાં આવી છે. તેઓના હાથ કાપાઓથી ભરેલા છે. અને તેઓ સૌએ શણના વસ્રો પહેર્યા છે.

યર્મિયાનો વિલાપ 7:18

તેઓ શોકના વસ્ત્રો ધારણ કરશે અને માથાથી તે પગ સુધી ધ્રૂજ્યા કરશે. બધાના ચહેરા પર શરમ અને માથે મૂંડન હશે.

યર્મિયાનો વિલાપ 44:20

“તેમણે માથે મુંડન પણ ન કરાવવું તેમ વાળ લાંબા વધવા પણ ન દેવા. તેમણે ટૂંકા વાળ રાખવા.

Interlinear

Choose Theme