Home Bibles રૂત 4 · ગુજરાતી બાઇબલ ||

રૂત

Chapter 4

ગુજરાતી બાઇબલ
1બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.” 2ત્યાર પછી બોઆઝે નગરના દશ વડીલોને તેડાવ્યા અને કહ્યું અહીં બેસો, અને તેઓ બેઠા. 3તેણે નાઓમીના સગાને બોલાવીને કહ્યું કે, “તમને બધાને ખબર છે કે નાઓમી મોઆબથી પાછી આવી છે અને એને પોતાના પતિ અલીમેલેખની જમીન વેચી દેવી છે. 4મને લાગ્યું કે માંરે તમને તે વિષે વાત કરવી જોઈએ કે, અહીં આપણા જે વડીલો બેઠા છે તેમની સાક્ષીએ તું એ ખરીદી લે. જો તારે કુટુંબી તરીકેનો હક્ક ભોગવવો હોય તો ખરીદી લે, અને જો તારે હક્ક ન ભોગવવો હોય તો તે કહે, જેથી મને ખબર પડે, કારણ નજીકના કુટુંબી તરીકેનો પહેલો હક્ક તારો છે અને તારા પછી માંરા પોતાનો છે.” તેણે કહ્યું, “હું ખરીદી લેવા તૈયાર છું,” 5બોઆઝે કહ્યું, “તું જે દિવસે નાઓમી પાસેથી એ જમીન ખરીદી લેશે,મરનાર માંણસની પત્ની રૂથ જે મોઆબથી છે તે તારી પત્ની બનશે. જ્યારે એને પુત્ર થશે એ જમીન એને મળશે, આ રીતે જમીન મરનાર માંણસના પરિવારની જ રહેશે.” 6ત્યારે પેલા માંણસે કહ્યું કે, “હું એ જમીન ખરીદવા માંગતો નથી, કારણકે એમ કરતા હું માંરી પોતાની જમીન ખોઇ બેસીશ. તેથી તું બોઆઝ જમીન ખરીદી લે.” 7હવે તે સમયમાં ઇસ્રાએલમાં મિલકતનું વેચાણ અથવા ફેરબદલી કરતી વખતે સોદો પાકો કરવા મૂળ માંલિક પોતાનું પગરખું કાઢીને સામાંને આપે. 8નાઓમીના સગાએ બોઆઝને કહ્યું કે, “તું જમીન તારે પોતાને માંટે ખરીદી લે.” અને પોતાનું પગરખું બોઆઝને આપ્યું. 9પછી બોઆઝે વડીલોને તથા ત્યાં હાજર રહેલા બધા લોકોને કહ્યું કે, “આજે તમે સાક્ષી છો કે મેં નાઓમી પાસેથી અલીમેલેખ, કિલ્યોન અને માંહલોન પાસે જે હતું તે સર્વસ્વ ખરીધું છે. 10તદુપરાંત, તમે એ વાતના પણ આજે સાક્ષી છો કે “હું માંહલોનની વિધવા મોઆબી રૂથનો પતિ બનું છું જેથી મિલકત મરનારને નામે જ રહે. અને તેનું નામ કુટુંબીઓમાંથી અને તેના નગરમાંથી ભૂંસાઈ જાય નહિ.” 11શહેરની ભાગોળમાં સર્વ લોકો તથા વડીલોએ કહ્યું કે, “અમે સાક્ષી છીએ; યહોવા આ સ્ત્રીને રાહેલ અને લેઆહ જેવી બનાવે, જેણે ઇસ્રાએલનું ઘર બનાવ્યું હતું. તું એફ્રાથાહમાં સુખી થા, અને બેથલેહેમમાં નામાંકિત થા. 12યહોવા તમને રૂથ દ્વારા પુત્રો આપે જેઓ તમને પ્રખ્યાત અને મહાન બનાવશે, તારું કુટુંબ યહૂદા અને તામાંરના પુત્ર પેરેસનાકુટુંબ જેવું (મહાન) બનો.” 13તેથી બોઆઝ રૂથને પરણ્યો, ને તે તેેતી પત્નિ થઇ. તે તેની પાસે ગયો, અને યહોવાની કૃપાથી તે સગર્ભા બની અને એક પુત્રનો પ્રસવ થયો. 14નગરની સ્રીઓ નાઓમીને કહેવા લાગી:“આશીર્વાદિત દેવ પાસેથી આવું સંતાનમેળવનાર તું નસીબદાર છે; તે ઇસ્રાએલમાં પ્રખ્યાત થશે. 15તે તને આનંદથી ફરી જીવંત બનાવશે, વૃદ્ધાવસ્થામાં તે તારી સંભાળ રાખશે. તે આમ એટલા માંટે કરશે કારણકે તેની માંતા રૂથને તારા ઉપર પ્રેમ છે અને તારી સંભાળ રાખે છે. તારા માંટે એ સાત પુત્રો કરતા પણ વધુ સારી છે.” 16નાઓમીએ તે બાળકને પોતાની ગોદમાં મૂક્યું અને તેની સંભાળ લીધી. 17આડોસપાડોસની સ્રીઓએ કહ્યું; “નાઓમીને પુત્ર અવતર્યો છે.” અને મહોલ્લાની સ્ત્રીઓએ તે બાળકનું નામ ઓબેદ પાડયું. તે યશાઈનો પિતા હતો અને યશાઈ દાઉદનો પિતા હતો. 18બોઆઝની વંશાવળી તેના પૂર્વજ પેરેસથી શરૂ થઈ તે આ પ્રમાંણે છે.પેરેસથી હેસ્રોન થયો. 19હેસ્રોનથી રામ અને રામથી આમ્મીનાદાબ થયો. 20આમ્મીનાદાબથી નાહશોન, અને નાહશોનથી સલ્મોન થયો. 21સલ્મોનથી બોઆઝ અને બોઆઝનો પુત્ર ઓબેદ થયો. 22ઓબેદનો પુત્ર યશાઇ અને યશાઇનો પુત્ર દાઉદ થયો. 

Choose Theme