Home Bibles રૂત 4:12 · ગુજરાતી બાઇબલ
રૂત 4:12 · ગુજરાતી બાઇબલ

યહોવા તમને રૂથ દ્વારા પુત્રો આપે જેઓ તમને પ્રખ્યાત અને મહાન બનાવશે, તારું કુટુંબ યહૂદા અને તામાંરના પુત્ર પેરેસનાકુટુંબ જેવું (મહાન) બનો.”

Cross references

ઊત્પત્તિ 38:29

પણ તેણે તેનો હાથ પાછો ખેંચી લીધો તેથી તેનો ભાઈ પહેલો બહાર આવ્યો, ત્યારે દાયણ બોલી, “તું કેવી રીતે ફાટ પાડીને નીકળ્યો?” તેથી તેનું નામ પેરેસ પડયું.

ઊત્પત્તિ 46:12

અને યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલાહ, પેરેસ, અને ઝેરાહ. પરંતુ એર અને ઓનાન તો કનાનમાં જ અવસાન પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.

ગણના 26:20

યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા:શેલાથી શેલાનીઓનું કુટુંબ.પેરેસથી પેરેસીઓનું કુટુંબ.ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.પેરેસના કુટુંબોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાંવેશ થાય છે.

રૂત 4:18

બોઆઝની વંશાવળી તેના પૂર્વજ પેરેસથી શરૂ થઈ તે આ પ્રમાંણે છે.પેરેસથી હેસ્રોન થયો.

1 શમુએલ 2:20

તે વખતે યાજક એલી એલ્કાનાહને અને તેની વહુને આશીર્વાદ આપતો અને કહેતો, “તમે તમાંરા પુત્રને યહોવાને સમપિર્ત કર્યો છે. તેના બદલામાં તે તને આ સ્ત્રીથી વધારે બાળકો આપો.”ત્યારબાદ તેઓ પાછાં ઘેર જતાં.

1 કાળવ્રત્તાંત 2:4

પછી યહૂદાની પુત્રવધૂ તામાર અને યહૂદા પેરેસ તથા ઝેરાહના માતાપિતા બન્યાં. આમ યહૂદાને પાંચ પુત્રો હતા.

માથ્થી 1:3

યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો.(તેઓની મા તામાર હતી.)પેરેસ હેસ્રોનનો પિતા હતો.હેસ્રોન આરામનો પિતા હતો.

Interlinear

Choose Theme