હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો. તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.
Cross references
જયારે ઈસહાક વૃદ્વ થયો, ત્યારે તેની આંખોની દૃષ્ટિ નબળી પડી અને તેને કઇં પણ ચોખ્ખું દેખાતું ન હતું. એક દિવસ તેણે તેના મોટા પુત્ર એસાવને બોલાવ્યો. ઈસહાકે કહ્યું, “માંરા દીકરા.”ઈસહાકને એસાવે જવાબ આપ્યો, “જી, પિતાજી, હું આ રહ્યો.”
તે દિવસે તમાંરે તમાંરાં બાળકોને કહેવું કે, ‘અને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાએ અમાંરા માંટે જે કર્યુ હતું તે માંટે અમે આ ઉત્સવ ઉજવી રહ્યાં છીએ.’
“ભવિષ્યમાં તમાંરાં બાળકો કદાચ પૂછશે કે, ‘આનો અર્થ શો? તમે આ કેમ કરો છો?’ ત્યારે તમાંરે કહેવું કે, ‘પોતાના બાહુબળથી યહોવા અમને મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર કાઢી લાવ્યા હતા.
એલીની ઉંમર 98 વર્ષની થઈ હતી અને તે ઔંધળો બની ગયો હતો.
સંદેશવાહકોએ દેવના પવિત્ર કોશનો ઉલ્લેખ કરતાની સૅંથે જ તે દરવાજની બાજુ પાસેના આસન પરથી પડી ગયો; અને તેની ડોક તુટી ગઇ અને તે મરણ પામ્યો કેમકે તે વદ્ધ હતો અને તેનું શરીર બહુ ભારે હતું. એલીએ 40વર્ષ ઇસ્રાએલનો ન્યાય કર્યો હતો.
સર્વ ઉપસ્થિત સભાજનો સમક્ષ દાઉદે યહોવાની સ્તુતિ અને પ્રાર્થના કરતાં કહ્યું,“યહોવા અમારા પૂર્વજ ઇસ્રાએલના દેવ તમારી સદા સર્વદા સ્તુતિ હો!
આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે. અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.
કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે જે આપણને સદાય દોરી જશે.
વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.
યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો, તેમનું પરાક્રમ અને આશ્ચર્યકમોર્ આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ; આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.
જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, અને તેઓ મોટાઁ થઇને પોતાનાં સંતાનોને તે જણાવે.
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
તમે વૃદ્ધ થશો ત્યારે પણ હું એ જ રહેવાનો છું. તમારા વાળ ધોળા થતા સુધી હું તમને ઉપાડીશ. મેં તમને ઉત્પન્ન કર્યા છે અને હું તમારી સંભાળ રાખીશ. હું તમને ઊંચકી રાખીશ અને હું તમારો ઉદ્ધારક થઇશ.
હે યહોવાના બાહુ, જાગૃત થાઓ! ઊઠો અને સાર્મથ્યના વસ્ત્રો ધારણ કરો, પ્રાચીન કાળનાં, સમયો પૂવેર્ જેમ જાગ્યા હતા તેમ જાગો. જેણે રાહાબને વીંધી નાખી તેના ટુકડા કરી નાખ્યા, અને જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?
આપણે જે સાંભળ્યું તે કોણે માન્યું હોત? એમાં યહોવાનો હાથ હશે એવું કોણે ઓળખ્યું હોત?
દાઉદ જ્યારે જીવતો હતો ત્યારે તેણે દેવની ઈચ્છા પ્રમાણે કર્યુ. પછી તે મૃત્યુ પામ્યો. દાઉદને તેના પૂર્વજોની સાથે દાટવામાં આવ્યો અને કબરમાં તેના શરીરને સડો લાગ્યો.