Home Bibles ગીતશાસ્ત્ર 78:6 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 78:6 · ગુજરાતી બાઇબલ

જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, અને તેઓ મોટાઁ થઇને પોતાનાં સંતાનોને તે જણાવે.

Cross references

નિર્ગમન 10:2

અને તું તારા પુત્રને અને પૌત્રોને કહી શકે કે મેં આ મિસરના લોકોને કેવી સખત સજા આપી હતી, અને મેં તેમને શું ચમત્કાર બતાવ્યા હતા. આથી તમને ખબર પડશે કે હું જ યહોવા છું.”

પુનર્નિયમ 4:10

એ દિવસને તમે કદાપિ ભૂલશો નહિ, જે દિવસે તમે હોરેબમાં તમાંરા દેવ યહોવા સંમુખ ઊભા હતા, અને યહોવાએ મને કહ્યું હતું કે, ‘લોકોને માંરી સમક્ષતામાં ભેગા કર. હું તે બધાને માંરાં વચનો સંભળાવીશ અને તેઓ પૃથ્વી પર જીવશે ત્યાં સુધી માંરાથી ડરીને ચાલતાં શીખશે અને પોતાનાં સંતાનોને પણ તેમ કરતાં શીખવશે.’

યહોશુઆ 22:24

સાચી હકીકત તો એ છે કે અમે એવા ડરથી આમ કર્યુ છે કે, ભવિષ્યમાં તમાંરાં બાળકો અમાંરા બાળકોને એમ કહે પણ ખરા કે, “ઇસ્રાએલના માંલિક યહોવા સાથે તમાંરે શો સંબંધ છે? ઇસ્રાએલના યહોવા અમાંરા દેવની પૂજા કરવાનો તમને શો અધિકાર છે?

એસ્તેર 9:28

એ દિવસોને, વંશપરંપરાગત પ્રત્યેક કુટુંબમાં ઉજવવાના હતાં, તેઓએ પ્રત્યેક પ્રાંતમાં, તથા પ્રત્યેક નગરમાં તેને ઉજવ્યાં, જેથી એ પૂરીમના દિવસો યહૂદીઓ દ્વારા ઉજવવાનું બંધ ન થાય, અને તેઓના વંશજોએ કદી તે ભૂલવું જોઇએ નહિ.

ગીતશાસ્ત્ર 22:31

આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે. અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.

ગીતશાસ્ત્ર 48:13

તેનો કોટ ધ્યાનથી જુઓ, તેના મહેલોની મુલાકાત લો; જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.

ગીતશાસ્ત્ર 71:18

હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો. તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.

ગીતશાસ્ત્ર 90:16

તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો; અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.

ગીતશાસ્ત્ર 102:18

આવનાર પેઢી માટે આ સર્વ બાબતોની નોંધ કરો; જેથી તેઓ યહોવાની સ્તુતિ કરે. અને જે લોકો હજી જન્મ્યા નથી તેઓ યહોવાની સ્તુતિ કરશે.

ગીતશાસ્ત્ર 145:4

પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.

યોએલ 1:3

તમે તમારાઁ સંતાનોને એની વાત કરજો; તેઓ તેમનાં સંતાનોને વાત કરશે અને તેઓ પછીની પેઢીને કહેશે.

Interlinear

Choose Theme