Cross references
ઊત્પત્તિ 27:1
જયારે ઈસહાક વૃદ્વ થયો, ત્યારે તેની આંખોની દૃષ્ટિ નબળી પડી અને તેને કઇં પણ ચોખ્ખું દેખાતું ન હતું. એક દિવસ તેણે તેના મોટા પુત્ર એસાવને બોલાવ્યો. ઈસહાકે કહ્યું, “માંરા દીકરા.”ઈસહાકને એસાવે જવાબ આપ્યો, “જી, પિતાજી, હું આ રહ્યો.”
1 શમુએલ 3:2
એક રાત્રે એલી પોતાની કાયમની જગ્યા એ સૂતો હતો. ઘડપણને કારણે તેની આંખો બહુ જ નબળી બની ગઇ હતી, તે લગભગ આંધળો બની ગયો હતો.
1 રાજઓ 14:4
યરોબઆમની પત્નીએ તે પ્રમાંણે કર્યુ. તે તરત જ નીકળી અને શીલોહ ગઈ, અહિયાને ઘેેર પહોંચી, હવે વાત એમ હતી કે અહિયાને દેખાતું નહોતું. ઘડપણને લીધે તેની આંખને ઝાંખ આવી હતી,
ગીતશાસ્ત્ર 90:10
અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે; કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે. તો પણ શ્રેષ્ઠ વષોર્ મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે; કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.