મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે, મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
Cross references
“આજે હું આકાશ અને પૃથ્વીની સાક્ષીએ તમાંરી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શ્રાપ પસંદગી માંટે રજૂ કરું છું. તમે જીવન પસંદ કરો જેથી તમે અને તમાંરાં સંતાનો એ દેશમાં સદાય રહો.
“યહોશુઆએ લોકોને કહ્યું, “પરંતુ જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમાંરે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો: જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોરીઓના દેવોની? પણ હું અને માંરું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.”
યહોશુઆ બોલ્યો, “તમે બધા યહોવા દેવને પૂજો અને તેની નીચે રહેવા પસંદ કર્યું છે, અને તેને પૂજવા માંગો છો, અને તમે બધા તમે જે કહ્યું તેના સાક્ષી છો.” પછી લોકોએ જવાબ વાળ્યો, “અમે સાક્ષી છીએ.”
અને તેણે સુલેમાંનને કહ્યું, “તેં આ માંગણી કરી છે અને પોતાના માંટે લાબું આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનોનાં મોત પણ માંગ્યાઁ નથી, પરંતુ ન્યાય પૂર્વક લોકો પર રાજય કરવા માંટે ડહાપણ માંગ્યું છે,
યાબેસે ઇસ્રાએલના દેવને પ્રાર્થના કરી કે, હું તમને, પ્રાર્થના કરું છું કે, તમે મને આશીર્વાદ આપો અને મારી ભૂમિનો વિસ્તાર કરો, “તમે મારી સાથે રહો અને મને ગૌચર ભૂમિ આપો જેથી મને પરિશ્રમ કરવો ન પડે.” દેવે તેની પ્રાર્થના માન્ય રાખી.
તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ, કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.
તમને વફાદાર થવાનું મે પસંદ કર્યુ છે. તમારા ન્યાયવચનો વિષે વિચારવાનું મે સતત ચાલું રાખ્યું છે.
મને તમારા આજ્ઞાઓના માગેર્ દોરો. કારણકે હું તેમાં આનંદ માણું છું.
તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું; મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.
હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ, મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.
હું તમારા સાક્ષ્યોને સદાકાળ અનુસરીશ; કારણ, તે મારા હૃદયનો આનંદ છે.
મને ટકાવી રાખો, જેથી હું બચી શકુ. અને સદાય હું તમારા નીતિ નિયમોનો અભ્યાસ કરીશ.
કારણ, તેઓએ વિદ્યાનો તિરસ્કાર કર્યો છે અને તેમણે યહોવાનો ડર રાખ્યો નથી.
તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.
પિતા ઘણો ઉત્તેજિત થયો. તેણે કહ્યું, ‘હું જરુંર વિશ્વાસ કરું છું. મને વધારે વિશ્વાસી બનાવામાં મદદ કર!”
ફક્ત એક જ વાત મહત્વની છે, મરિયમે યોગ્ય પસંદગી કરી છે; અને તે તેની પાસેથી કદાપિ લઈ લેવામાં આવશે નહિ.”
પરંતુ પ્રભુએ મને કહ્યું કે, “મારી કૃપા તારે માટે પૂરતી છે. જ્યારે તું નિર્બળ બને છે, ત્યારે મારું સાર્મથ્ય તારી નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” તેથી મારી નબળાઈઓ વિષે બડાશ મારતા હું ઘણો પ્રસન્ન છું. પછી ખ્રિસ્તની શક્તિ મારામાં જીવશે.
મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું.
ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે.