Home Bibles ગીતશાસ્ત્ર 119:94 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 119:94 · ગુજરાતી બાઇબલ

હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ, મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.

Cross references

યહોશુઆ 10:4

“માંરી સાથે આવ અને મને ગિબયોન પર આક્રમણ કરવા મદદ કર. ગિબયોને યહોશુઆ અને ઇસ્રાએલના લોકો સાથે શાંતિકરાર કર્યો હતો.”

ગીતશાસ્ત્ર 3:8

યહોવાની પાસે તારણ છે, લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

ગીતશાસ્ત્ર 86:2

મારા જીવનની રક્ષા કરો, કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ, તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.

ગીતશાસ્ત્ર 119:27

તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો, જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.

ગીતશાસ્ત્ર 119:40

તમારા નિયમોને આધીન થવાનું હું ઝંખુ છું; મારા ન્યાયીપણાંમાં તમે મારા જીવનને સંભાળી રાખો.

ગીતશાસ્ત્ર 119:45

તમારા શિક્ષણને આધીન થવામાં મેં ચિત્ત લગાડ્યું છે; તેથી જીવન જીવવામા હું સ્વતંત્રતા અનુભવીશ.

ગીતશાસ્ત્ર 119:146

‘મારું રક્ષણ કરો’ મેં તમને પ્રાર્થના કરી છે; એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.

ગીતશાસ્ત્ર 119:170

મારી પ્રાર્થનાને તમારી સમક્ષ આવવા દો; અને તમારા વચન પ્રમાણે મને ઉગારો.

ગીતશાસ્ત્ર 119:173

મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે, મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.

સભાશિક્ષક 6:3

હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે; તે સફેદ કમળોની વચ્ચે પોતાને આનંદિત કરે છે!

યશાયા 41:8

“પણ ઇસ્રાએલ, તું તો મારો સેવક છે, યાકૂબ, મેં તને પસંદ કર્યો છે, તું મારા મિત્ર ઇબ્રાહિમના કુળનો છે.

યશાયા 44:2

“હું જ તારો સર્જનહાર છું, જ્યારથી તું જનમ્યો હતો ત્યારથી હું તને મદદ કરી રહ્યો છું. હે યાકૂબ, મારા સેવક, મારા પસંદ કરાયેલા યશુરૂન, હું તને આ કહું છું તું ભયભીત થઇશ નહિ.

યશાયા 44:5

“તેથી તેઓ બધા પોતાને યહોવાના સેવક અને યાકૂબના વંશજો તરીકે ઓળખાવવામાં ગૌરવ લેશે. તેઓ કહેશે કે તેઓ યહોવાની માલિકીના છે અને ‘ઇસ્રાએલીઓ’ તરીકે ઓળખાય.”

યશાયા 64:8

હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી અને તમે કુંભાર છો. અમે સર્વ તમારા હાથોની કૃતિઓ છીએ.

ચર્મિયા 17:14

હે યહોવા, તમે જો મને સાજો કરો, તો હું સાચે જ સાજો થઇ જઇશ. મને ઉગારો અને મારું ખરેખરું તારણ કરો કારણ કે તમે જ તે છો જેની હું સ્તુતિ કરું છું.

સફન્યા 3:17

યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે. તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે. તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે, અને એક ઉત્સવના દિવસની જેમ તે ખૂબ આનંદથી પોકાર કરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 27:23

ગઇ રાત્રે દેવ તરફથી એક દેવદૂત મારી પાસે આવ્યો. હું જેની ભક્તિ કરું છું તે દેવ આ છે. હું તેનો છું.

Interlinear

Choose Theme