મને તમારા આજ્ઞાઓના માગેર્ દોરો. કારણકે હું તેમાં આનંદ માણું છું.
Cross references
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે, રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે; અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે,
તે મને નવું સાર્મથ્ય ને તાજગી આપે છે. તેમનાં નામનો મહિમા વધે તે માટે તે મને ન્યાયીપણાને માગેર્ ચલાવે છે.
હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
હું તમારા વિધિઓને માનું છું; હું તેમને ભૂલી જઇશ નહિ.
તમારા શાસનોને સમજવામાં મારી મદદ કરો, જેથી હું તમારા અદૃભૂત કાર્યો વિશે ચર્ચા કરી શકું.
તમારા કરાર પર ધ્યાન આપવા માટે મને મદદ કરો નહિ કે, કેવી રીતે ધનવાન બનવું તેના પર.
મને મદદ કરવા તમારો હાથ તૈયાર થાઓ કારણ કે, મેં તમારાં શાસનોને અનુસરવાનું પસંદ કર્યુ છે.
તેના માગોર્ સુખદાયક અને તેના રસ્તા શાંતિપૂર્ણ છે.
હું તને જ્ઞાનનો માર્ગ બતાવીશ અને તને પ્રામાણિકતાને માગેર્ દોરીશ.
પણ સદાચારીઓનો માર્ગ પરોઢિયાના પ્રકાશ જેવો છે, જે દિવસ ચઢતાં સુધીમાં વધું ઉજ્જવળ અને ઉજ્જવળ પ્રકાશિત થતો જાય છે.
હું સદાચારને માગેર્ ચાલું છું, મારો રસ્તો ન્યાયનો છે.
દરેક જણ કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના દેવના મંદિર પાસે, ચઢી જઇએ; જેથી તે આપણને પોતાનો જીવનમાર્ગ બતાવે અને આપણે તેના માગેર્ ચાલીએ, કારણ, યહોવા નિયમશાસ્ત્ર સિયોનનગરીમાંથી અને યરૂશાલેમમાંથી પોતાનાં વચન આપનાર છે, અને તેની વાણી ત્યાંથી પ્રગટ થનાર છે.”
ઇસ્રાએલના પરમપવિત્ર દેવ યહોવા, તમારા તારક એમ કહે છે કે,“હું યહોવા તારો દેવ છું, હું તારા હિત માટે તને શીખવું છું, તારે જે માગેર્ જવું જોઇએ તે માગેર્ હું તને લઇ જાઉં છું.
જો તમે પવિત્ર વિશ્રામવારને પાળશો અને તે દિવસે તમારો પોતાનો ધંધો તથા મોજમજા કરશો નહિ, પણ તમે વિશ્રામવારને આનંદોત્સવનો યહોવાનો પવિત્ર દિવસ જાણીને, તે વિષે આનંદથી બોલશો અને તમારાં કાર્યો બંધ રાખીને યહોવાનો આદર કરશો, તેમ જ તમારી પોતાની ઇચ્છાઓને અને આનંદપ્રમોદને અનુસરસો નહિ અને કૂથલી નહિ કરતાં, તેને માન આપશો.
દેવ કહે છે, “હું તમને નવું હૃદય આપીશ, અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારું પથ્થર સમાન પાપી હૃદય દૂર કરીશ અને તમને નવું પ્રેમાળ હૃદય આપીશ.
દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું.
હા, દેવ તમારામાં સક્રિય છે. અને દેવ તેની પ્રસન્નતા પ્રમાણેનું કાર્ય કરવા તમને મદદ કરશે. અને આમ કરવાની શક્તિ તે તમને પ્રદાન કરશે.
તમને પ્રત્યેક સારી વસ્તુઓમાં પરિપૂર્ણ બનાવો તેથી તમે તેની ઈચ્છાઓ પૂર્ણ કરી શકો. વળી આપણામાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા જે વસ્તુઓ તેને પ્રસન્ન કરે છે તે કરવા દો. ઈસુનો ગૌરવ સદાસર્વકાળ હો. આમીન.
દેવને પ્રેમ કરવો તેનો અર્થ તેની આજ્ઞાઓનું પાલન કરવું. અને દેવની આજ્ઞાઓ આપણા માટે એટલી બધી કઠિણ નથી.