Home Bibles ગીતશાસ્ત્ર 119:172 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 119:172 · ગુજરાતી બાઇબલ

મને તમારા વચનોનો જવાબ આપવા દો, અને મને મારું ગીત ગાવા દો. કારણ કે, તમારી આજ્ઞાઓ પૂર્ણ ન્યાયી છે.

Cross references

પુનર્નિયમ 6:7

અને તમાંરાં સંતાનોને તે શીખવો, તમે ઘરમાં હોય કે રસ્તે ચાલતા હોય સુતાં હોય કે જાગતાં હોય, તેનું રટણ કરતા રહો.

ગીતશાસ્ત્ર 37:30

ન્યાયીની વાણી ડહાપણ ભરેલી છે, તેની જીભ સદા ન્યાયની વાત કરે છે.

ગીતશાસ્ત્ર 40:9

એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે, હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.

ગીતશાસ્ત્ર 78:4

યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો, તેમનું પરાક્રમ અને આશ્ચર્યકમોર્ આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ; આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.

ગીતશાસ્ત્ર 119:13

મારા હોઠોથી હું તમારા બધાં નિયમો વિષે વાત કરીશ.

ગીતશાસ્ત્ર 119:46

હું રાજાઓ સાથે તમારા કરાર વિષે વાત કરીશ, અને તેઓ (રસ પૂર્વક સાંભળશે અને) મને મૂંઝવણમાં મુકશે નહિ.

ગીતશાસ્ત્ર 119:86

તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે. તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.

ગીતશાસ્ત્ર 119:128

તમારા શાસનો પ્રમાણે હું મારી સવેર્ વર્તણૂંક યથાર્થ રાખું છું ; અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.

ગીતશાસ્ત્ર 119:138

તમે તમારા સાક્ષ્યો અમને આપ્યા, ખરેખર અમે તેમનો વિશ્વાસ કરી શકીએ.

ગીતશાસ્ત્ર 119:142

તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; તમારો નિયમ સાચા અને વિશ્વસનીય છે.

માથ્થી 12:34

ઓ સર્પોના વંશ, તમે જ ખરાબ હો તો સારી વાત કેવી રીતે કરી શકો? તમારા હૃદયમાં જે કાંઈ ભર્યુ છે તે જ મુખ બોલે છે.

રોમનોને પત્ર 7:12

આમ, નિયમશાસ્ત્ર તો પવિત્ર છે જ, અને આજ્ઞા પણ પવિત્ર, ન્યાયી અને સારી છે.

રોમનોને પત્ર 7:14

આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે. પરંતુ હું આધ્યાત્મિક નથી. જાણે કે હું તેનો સેવક હોઉં તેમ પાપ મારા પર સત્તા ચલાવે છે.

એફેસીઓને પત્ર 4:29

જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો.

કલોસ્સીઓને પત્ર 4:6

જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો.

Interlinear

Choose Theme