Home Bibles ગીતશાસ્ત્ર 116:4 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 116:4 · ગુજરાતી બાઇબલ

ત્યારે મેં યહોવાના નામનો પોકાર કર્યો, “હે યહોવા મને બચાવો.”

Cross references

2 કાળવ્રત્તાંત 33:12

મનાશ્શા સંકટમાં ફસાઇ ગયો એટલે તેણે પોતાના દેવ યહોવાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો, અને તેની સમક્ષ ખૂબ ખૂબ પશ્ચાતાપ કર્યો.

ગીતશાસ્ત્ર 6:4

હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો. કૃપા કરી દયા દાખવી મને મરણથી બચાવો.

ગીતશાસ્ત્ર 6:5

મૃત લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી, મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી.

ગીતશાસ્ત્ર 18:6

મને મારા સંકટમાં સહાય કરવાં મેં યહોવાને કરુણાભરી વિનંતી કરી, તેમણે પોતાના પવિત્રસ્થાનમાં મારો અવાજ સાંભળ્યો, અને તેનાં કાનમાં મારી અરજ પહોંચી ગઇ.

ગીતશાસ્ત્ર 22:1

હે મારા દેવ, તમે મને કેમ તજી દીધો છે? મારા દેવ, તમે શા માટે સહાય કરવાની ના પાડો છો? શા માટે મારો વિલાપ સાંભળતાં નથી?

ગીતશાસ્ત્ર 22:20

મને આ તરવારથી બચાવો, મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.

ગીતશાસ્ત્ર 25:17

મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે. હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો.

ગીતશાસ્ત્ર 30:7

હે યહોવા, તમે મારા પર કૃપા કરી મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે, પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને તમે મને ભયભીત કર્યો છે.

ગીતશાસ્ત્ર 34:6

આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો, અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.

ગીતશાસ્ત્ર 40:12

કારણ, મારા માથે સમસ્યાઓનો ઢગલો ખડકાયો છે; મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે હું દબાઇ ગયો છું મારા પાપો મારા માથાના વાળથીયે વધારે છે. મેં મારી હિંમત ગુમાવી છે.

ગીતશાસ્ત્ર 50:15

“મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

ગીતશાસ્ત્ર 118:5

મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી; તેમણે મને ઉત્તર આપી ને મને બચાવ્યો.

ગીતશાસ્ત્ર 130:1

હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં તમને મદદ માટે પોકાર કર્યો.

ગીતશાસ્ત્ર 142:4

જ્યારે હું આજુબાજુ જોઉં છું, હું કોઇ મિત્રને જોતો નથી, જે મને મદદ કરી શકે, અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.

ગીતશાસ્ત્ર 143:6

હું મારા હાથ તમારા ભણી પ્રસારું છું; સૂકી ધરતીની જેમ મારો જીવ તમારા માટે તરસે છે.

યશાયા 37:15

પછી હિઝિક્યાએ યહોવાને આ પ્રમાણે પ્રાર્થના કરી:

યશાયા 38:1

એ દિવસો દરમ્યાન રાજા હિઝિક્યા માંદો પડ્યો અને આમોસનો પુત્ર યશાયા પ્રબોધક તેની મુલાકાત લેવાને ગયો અને યહોવા તરફથી તેને સંદેશો આપ્યો: “આ યહોવાના વચન છે: ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા કરવી હોય તો કરી લે, કારણ, તારું મોત આવી રહ્યું છે, તું જીવવાનો નથી.”‘

લૂક 18:13

“જકાત ઉઘરાવનાર પણ એકલો ઊભો રહ્યો. પણ જ્યારે એણે પ્રાર્થના કરી, ત્યારે તેણે ઊચે આકાશ તરફ જોયું પણ નહિ. દાણીએ છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ દેવ, મારા પર દયા કર, હું એક પાપી છું!’

લૂક 23:42

પછી આ ગુનેગારે ઈસુને કહ્યું કે, “ઈસુ, જ્યારે તું રાજા તરીકે શાસન શરું કરે ત્યારે મને સંભારજે!”

યોહાન 2:2

ઈસુ અને તેના શિષ્યોને પણ લગ્નમાં નિમંત્રણ આપ્યુ હતું.

Interlinear

Choose Theme