Home Bibles ગીતશાસ્ત્ર 22:20 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 22:20 · ગુજરાતી બાઇબલ

મને આ તરવારથી બચાવો, મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો.

Cross references

ગીતશાસ્ત્ર 7:3

હે મારા યહોવા દેવ, જો મેં એમ કર્યુ હોય; તો મારા હાથમાં કઇ ભૂડાઇ હોય,

ગીતશાસ્ત્ર 17:13

હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ, તેઓને પાડી નાખી પરાજીત કરી દો અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.

ગીતશાસ્ત્ર 35:17

હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો? તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો. મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.

ગીતશાસ્ત્ર 40:14

હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે તેઓ ફજેત થાઓ અને પરાજય પામો જેઓ મારું નુકશાન કરવા માગે છે તેઓ શરમથી નાસી જાઓ.

ગીતશાસ્ત્ર 69:18

હે યહોવા, આવો, મારા આત્માની રક્ષા કરો! મને મારા સર્વ શત્રુઓથી મુકત કરો.

ગીતશાસ્ત્ર 70:2

જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ. જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે તેઓ પાછા પડો અને શરમ અનુભવો.

ઝખાર્યા 13:7

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક સામે, જે માણસ મારો સાથી છે તેની સામે ઘા કરવા તૈયાર થા. પાળક ઉપર ઘા કર. જેથી ઘેટાંઓ વેરવિખેર થઇ જાય. હું નાનાઓ ઉપર મારો હાથ ઉગામીશ.

Interlinear

Choose Theme