Home Bibles ગીતશાસ્ત્ર 130:1 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 130:1 · ગુજરાતી બાઇબલ

હે યહોવા, સંકટોનાં ઉંડાણમાંથી મેં તમને મદદ માટે પોકાર કર્યો.

Cross references

ગીતશાસ્ત્ર 18:4

મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે, અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.

ગીતશાસ્ત્ર 18:16

તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો અને મહા વિપત્તિના ઊંડા પાણીમાંથી મને બહાર ખેંચી લીધો.

ગીતશાસ્ત્ર 25:16

હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો. હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.

ગીતશાસ્ત્ર 40:2

યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો, તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો, તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા, અને મારા પગલા સ્થિર કર્યા.

ગીતશાસ્ત્ર 42:7

ઘરતીના ઊંડાણનું પાણી ભાંગી ને ઘોઘમાં પડવાનો અવાજ મને સંભળાય છે. તમારા બધા મોજાઓ અને મોટા મોજાઓ મારા પર ફરી વળ્યાઁ છે.

ગીતશાસ્ત્ર 69:1

હે દેવ, મારા માથા સુધી પાણી ચઢી આવ્યું છે, મારી રક્ષા કરો.

ગીતશાસ્ત્ર 69:14

મને કીચડમાંથી કાઢો, મને ઊંડા પાણીમાં ડૂબવાં દેશો નહિ અને દ્વેષીઓથી મારી રક્ષા કરો.

ગીતશાસ્ત્ર 71:20

ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે; તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો; તમે અમને પુર્નજીવિત કરશો .

ગીતશાસ્ત્ર 88:6

તમે મને છેક નીચલા ખાડામા ધકેલી દીધોં, તેવા ઊંડાણોમાં અતિશય અંધકાર હોય છે.

ગીતશાસ્ત્ર 116:3

મરણની જાળમાં હું સપડાઇ ગયો હતો; મને લાગતું હતું જાણે હું શેઓલમાં હોઉં; અને મને સંકટ ને શોક મળ્યાં હતાં.

ગીતશાસ્ત્ર 121:1

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું, મને સહાય ક્યાંથી મળે?

ગીતશાસ્ત્ર 122:1

મને ખુશી છે કે જ્યારે તેઓ મને કહ્યું, અમને યહોવાના મંદિરમાં જવા દો.

ગીતશાસ્ત્ર 123:1

હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ; હું તારા ભણી આંખ ઊંચી કરું છું.

ગીતશાસ્ત્ર 124:1

ઇસ્રાએલના લોકો કબૂલ કરતાં કહે; જો યહોવા અમારા પક્ષમાં ન હોત.

ગીતશાસ્ત્ર 125:1

જેઓ યહોવામાં વિશ્વાસ કરે છેં, સિયોન પર્વત જેવો અચળ છે, તેઓને કદી હલાવામાં આવશે નહિ તેઓ સદાકાળ ટકી રહેશે.

ગીતશાસ્ત્ર 126:1

જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.

ગીતશાસ્ત્ર 127:1

જો યહોવા ઘર ન બાંધે તો; બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે, અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો; ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!

ગીતશાસ્ત્ર 128:1

જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે; તે સર્વને ધન્ય છે.

ગીતશાસ્ત્ર 129:1

ઇસ્રાએલને કહેવા દો, “મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”

યર્મિયાનો વિલાપ 3:53

તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે.

યર્મિયાનો વિલાપ 3:55

હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી. મેં તમારા નામનો પોકાર કર્યો.

યૂના 2:2

તેણે કહ્યું, “મારી વિપત્તિમાં મેં યહોવાને બોલાવ્યા અને તેમણે મને પ્રત્યુત્તર આપ્યો; મૃત્યુની ઊંડી ખીણમાં મેં મદદ માટે રૂદન કર્યુ અને તમે મને સાંભળ્યો.

હિબ્રૂઓને પત્ર 5:7

ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે તેણે દેવને તેની મદદ માટે મોટે ઘાટે પ્રાર્થના કરી, અને આંસુ સહિત મરણમાંથી તેને છોડાવનાર દેવની પ્રાર્થના કરી. તે દરેક સમયે દેવની ઈચ્છા પ્રમાણે જ કરતો તેથી દેવે તેની પ્રાર્થના સાંભળી.

Interlinear

Choose Theme