Home Bibles ☰ Books નીતિવચનો 26:1 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 26:1 · ગુજરાતી બાઇબલ

જેમ ઉનાળામાં હિમ, અને કાપણી કરતી વખતે વરસાદ કમોસમનો ગણાય તેમ મૂરખને સન્માન શોભતું નથી.

Cross references

ન્યાયાધીશો 9:7

જ્યારે યોથામે આ સાંભળ્યું ત્યારે તે ગેરીઝીમ પર્વતના શિખર પર ગયો ત્યાં ઊભો રહ્યો અને મોટા સાદે શખેમના માંણસોને કહેવા લાગ્યો;“ઓ શખેમના લોકો, માંરી વાત સાંભળો, અને દેવ, તમને બધાને સાંભળે!

ન્યાયાધીશો 9:20

નહિ તો પછી અબીમેલેખમાંથી અગ્નિ પ્રગટો અને તે શખેમના અને મિલ્લોના લોકોને બાળી નાખે અને શખેમ તથા મિલ્લોના લોકોમાંથી અગ્નિ પ્રગટો અને તે અબીમેલેખને બાળી નાખે.”

ન્યાયાધીશો 9:56

અબીમેલેખ પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરી પોતાના પિતા વિરુદ્ધ પાપ કર્યુ હતું. તેની દેવે આ રીતે તેને શિક્ષા કરી.

1 શમુએલ 12:17

અત્યારે ઘઉંની કાપણીની ઋતું છે, હું યહોવાનેે પ્રૅંર્થના કરીશ એટલે તે ગાજવીજ સૅંથે પુષ્કળ વરસાદ મોકલશે; અને એ જોઈને પદ્ધી તમને ખાતરી થશે કે, તમે રાજાની માંગણી કરીને યહોવાની નજરમાં કેવો મોટો ગુનો કર્યો છે.”

એસ્તેર 3:1

ત્યારબાદ થોડા સમય પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ ચઢાવ્યો. તેને બધા અમલદારોથીં ઉંચી પદવી આપવામાં આવી.

એસ્તેર 4:6

હથાક મોર્દખાય પાસે મહેલના દરવાજે ગયો.

એસ્તેર 4:9

પછી હથાકે પાછા ફર્યા બાદ મોર્દખાયનું કહેલું બધું એસ્તેરને કહ્યું.

ગીતશાસ્ત્ર 12:8

દુષ્ટ લોકો શિકારની શોધમાં ચારેબાજુ ફરતાં હોય છે. અને લોકોમાં આવા નકામાં લોકોને માન મળે છે.

ગીતશાસ્ત્ર 15:4

તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે. જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે. તેને નુકશાન સહન કરવું પડે તો પણ પોતાના વચન કયારેય તોડતો નથી.

ગીતશાસ્ત્ર 52:1

અરે ઓ જુલમગાર, તું તારા દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? તું લગાતાર દેવને અપકીતિર્ કરનાર છે?

નીતિવચનો 17:7

મૂર્ખના મુખમાં ઉમદા વાણી શોભતી નથી, તો પછી મહાપુરુષના મુખમાં જૂઠી વાણી કેવી રીતે શોભે?

નીતિવચનો 19:10

મૂર્ખને મોજશોખ ભોગવવો શોભતા નથી અને ગુલામ રાજકુમારો ઉપર શાશન કરે તે તેનાથી પણ ઓછું શોભે.

નીતિવચનો 26:3

ઘોડાને માટે ચાબૂક, અને ગધેડાને માટે લગામ હોય છે, તેમ મૂખોર્ની પીઠને માટે દંડો છે.

નીતિવચનો 26:8

જે વ્યકિત મૂર્ખને માન આપે છે, તે વ્યકિત ગોફણનો પથ્થર બાંધે.

નીતિવચનો 28:16

સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ લોભનો જેને તિરસ્કાર છે તે લાંબો સમય રાજ્ય કરશે.

સભાશિક્ષક 10:5

મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે છે કે શકિતશાળી શાશક દ્વારા થયેલી ભૂલ;

Interlinear

Choose Theme