Home Bibles નીતિવચનો 28:16 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 28:16 · ગુજરાતી બાઇબલ

સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ લોભનો જેને તિરસ્કાર છે તે લાંબો સમય રાજ્ય કરશે.

Cross references

નિર્ગમન 18:21

વધારામાં દેવનો ડર રાખનાર, તથા સર્વ લોકોમાંથી હોશિયાર અને વિશ્વાસપાત્ર હોય, તથા લાંચરૂશ્વતને ધિક્કારતા હોય એવા માંણસોને પસંદ કરીને તેઓને હજાર હજાર, સો સો, પચ્ચાસ પચ્ચાસ અને દશ દશ માંણસોના ઉપરીઓ નિયુક્ત કરો.

1 રાજઓ 12:10

જુવાન મિત્રોએ તેને કહ્યું, “તમે તેઓને એવો જવાબ આપો કે, ‘માંરા પિતાની કમર કરતાં માંરી ટચલી આંગળી જાડી છે.’

1 રાજઓ 12:14

જેમ તેના મિત્રોએ તેને કહ્યું હતું તેમ તેણે કહ્યું, “માંરા પિતાએ તમાંરા પર જે ભાર મૂકયો હતો તે ભાર હું હજી વધારીશ. માંરા પિતા તો તમને ચાબુકથી ફટકારતા હતા, હું તો તમને લોખંડના ટુકડા બાંધેલા કોરડાથી ફટકારીશ.”

નહેમ્યા 5:15

મારી પહેલાનાં પ્રશાસકો લોકોને ભારરૂપ થઇ પડ્યા હતા; તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષારસ તેમજ 40 શેકેલચાંદી લેતા હતા. તે ઉપરાંત તેમના નોકર લોકો પર ત્રાસ ગુજારતા તે તો જુદું. પણ મેં દેવથી ડરીને તેમની સાથે એવો વર્તાવ કર્યો નહોતો.

નીતિવચનો 15:27

જે લોભી છે તે પોતાના કુટુંબને માથે આફત નોતરે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તે શાંતિથી જીવે છે.

સભાશિક્ષક 4:1

ત્યારબાદ મેં પાછા ફરીને વિચાર કર્યો, અને દુનિયા પર થતાં ત્રાસ અને દુ:ખ નિહાળ્યાં. ત્રાસ સહન કરનારાઓનાં આંસુ લૂછનાર અને તેમને સાંત્વના આપનાર કોઇ નહોતું; તેઓના પર ત્રાસ કરનારાઓ શકિતશાળી હતાં.

યશાયા 3:12

મારા લોકો પર બાળકો અન્યાય કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ્ય કરે છે. અરે મારા લોકો, તમારા આગેવાનો તમને ખોટે માગેર્ દોરે છે, જેથી તમને ખબર પડતી નથી કે કયે રસ્તે જવું.

યશાયા 33:15

જે માણસ ન્યાયને માગેર્ ચાલે છે અને સાચું બોલે છે, જે શોષણથી મળેલી કમાઇનો તિરસ્કાર કરે છે, જે લાંચને હાથથી ઝાટકી ખંખેરી નાખે છે, જે હિંસાની વાત સાંભળી કાનમાં આંગળી ધાલે છે અને જે પાપ જોઇને આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે.

ચર્મિયા 22:15

પરંતુ ભવ્ય મહેલ બનાવ્યા તેથી કાઇં મહાન રાજા થઇ શકાતું નથી! તારા પિતા યોશિયાએ શા માટે ઘણાં વષોર્ સુધી રાજ કર્યું? કારણ કે તે ન્યાયી હતો અને સર્વ વ્યવહારમાં પ્રામાણિક હતો. તેથી દેવે તેને આશીર્વાદ આપ્યો હતો.

આમોસ 4:1

હે સમરૂન પર્વત પર રહેતી બાશાનની તંદુરસ્ત ગાયો, તમે કે જે ગરીબોને હેરાન કરો છો અને દુર્બળોને સતાવો છો, તમે કે જે તમારા પતિને કહો છો, “ચાલો આપણે પીએ.” તમે આ વચનો સાંભળો.

Interlinear

Choose Theme