Home Bibles ન્યાયાધીશો 9:7 · ગુજરાતી બાઇબલ
ન્યાયાધીશો 9:7 · ગુજરાતી બાઇબલ

જ્યારે યોથામે આ સાંભળ્યું ત્યારે તે ગેરીઝીમ પર્વતના શિખર પર ગયો ત્યાં ઊભો રહ્યો અને મોટા સાદે શખેમના માંણસોને કહેવા લાગ્યો;“ઓ શખેમના લોકો, માંરી વાત સાંભળો, અને દેવ, તમને બધાને સાંભળે!

Cross references

ઊત્પત્તિ 37:6

યૂસફે કહ્યું, “સાંભળો, મેં એક સ્વપ્ન જોયું છે.”

પુનર્નિયમ 11:29

“જે સમયે તમાંરા યહોવા દેવ તમને વચન મુજબના દેશનો કબજો લેવા લઈ આવે ત્યારે તમે ગરીઝીમ પર્વત પરથી આશીર્વાદ અને એબાલ પર્વત પરથી શ્રાપ પોકારશો!

પુનર્નિયમ 27:12

“યર્દન નદી પાર કર્યા પછી લોકો ઉપર આશીર્વાદ ઉચ્ચારાય, તે વખતે નીચેનાં કુળો ગરીઝીમ પર્વત પર ઊભા રહે: શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ અને બિન્યામીન,

યહોશુઆ 8:33

સર્વ ઇસ્રાએલીઓ, તેમના આગેવાનો, અમલદારો અને ન્યાયાધીશો દેવના કરારકોશની બધી તરફ લેવી યાજકો જે તે લઈ ગયા તેની સામે ઊભા હતા. યહોવાના સેવક મૂસાએ યહોવાના ઇસ્રાએલીઓ પર આશીર્વાદ ઉચ્ચારણ કરવાના વિષે આપેલ આદેશ પ્રમાંણે અડધા ઇસ્રાએલીઓએ એબાલ પર્વત તરફ મોંઢું કર્યું અને બીજા અડધાએ ગરીઝીમ પર્વત તરફ મોંઢું કર્યું.

ગીતશાસ્ત્ર 18:40

શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક આપી હતી. તેથી જેઓએ મારો તિરસ્કાર કર્યો છે, તે સવેર્નો મેં સંહાર કર્યો છે.

ગીતશાસ્ત્ર 50:15

“મારામાં વિશ્વાસ રાખીને સંકટ સમયે મને પ્રાર્થના કરો, હું તમારી રક્ષા કરીશ અને પછી તમે મારો મહિમા કરી શકશો.”

નીતિવચનો 1:28

“ત્યારે તેઓ મને બોલાવશે તો પણ હું ઉત્તર આપીશ નહિ, તમે મને ખંતથી શોધશો પણ હું તમને મળીશ નહિ.

નીતિવચનો 21:13

જે કોઇ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે તેનો પોકાર પણ કોઇ સાંભળશે નહિ.

નીતિવચનો 28:9

જે વ્યકિત નીતિનિયમ પાળતો નથી તેની પ્રાર્થના બેસ્વાદ હોય છે.

યશાયા 1:15

“પણ જો તમે મારી સામે તમારો હાથ ઉગામશો, ત્યારે હું મારી આંખો ફેરવી લઇશ. હવે વધારે હું તમારી પ્રાર્થનાઓને નહિ સાંભળું, કેમકે તમારો હાથ લોહીથી ખરડાયેલો છે.

યશાયા 58:6

“ના, હું એવા પ્રકારના ઉપવાસ સ્વીકારીશ જેમાં તમે ન્યાયથી વતોર્ અને કચડાયેલાને મુકત કરો.

માથ્થી 18:26

“પછી એ સેવકે એને પગે પડીને આજીજી કરી કે, ‘મારા માટે ધીરજ રાખો, હું આપનું બધુજ દેવું ચૂકવી દઈશ.’

યોહાન 4:20

અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા. પણ તમે યહૂદિઓ કહો છો કે યરૂશાલેમ એ તે જ જગ્યા છે જ્યાં લોકોએ ભજન કરવું જોઈએ.”

યાકૂબનો 2:13

હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએે. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.

Interlinear

Choose Theme