Home Bibles અયૂબ 41:2 · ગુજરાતી બાઇબલ
અયૂબ 41:2 · ગુજરાતી બાઇબલ

શું તેના નાકમાં નથ નાખીને તું તેને નાથી શકે છે? તેના જડબામાં આંકડી ભરાવી શકે છે?

Cross references

2 રાજઓ 19:28

મારા પર ક્રોધ કરવાને લીધે હું તારા નાકમાં કડી પહેરાવવાનો છું અને તારા મોંમા લગામ નાખવાનો છું અને જે રસ્તે તું આવ્યો એ જ રસ્તે હું તને પાછો વાળી દેવાનો છું.”

અયૂબ 9:4

તે વિદ્વાન તથા સર્વસમર્થ છે, કોઇપણ માણસ ઇજા પામ્યા વગર દેવ સામે લડી શકે તેમ નથી.

નીતિવચનો 21:30

કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી.

યશાયા 27:1

તે દિવસે યહોવા પોતાની ભયાવહ અને સખત મોટી મજબૂત તરવાર વડે વેગવાન ગૂંછળિયા સાપ લિવયાથાનને એટલે સમુદ્રના અજગરને શિક્ષા કરશે.

યશાયા 37:29

કારણ કે મારી વિરુદ્ધના તારા રોષ વિષે અને તારી ઉદ્ધતાઇ વિષે મેં સાંભળ્યું છે. તેને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માગેર્ તું આવ્યો છે તે જ માગેર્ તારા પોતાના દેશમાં તને પાછો દોરી જઇશ.”‘

યર્મિયાનો વિલાપ 29:4

હું તારા જડબામાં આંકડી પરોવીશ અને તારી નાઇલની માછલીઓ તારાં ભિંગડાને ચોંટી રહે એમ કરીશ. અને એ બધી માછલીઓ સાથે હું તને નદીમાંથી બહાર ખેંચી કાઢીશ.

Interlinear

Choose Theme