ત્યારબાદ ફરીવાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ ઈસ્રાએલી પ્રજાએ કર્યુ. અને તેણે તેઓને સાત વર્ષ સુધી મિદ્યાનીઓના હાથમાં સોંપી હેરાન-પરેશાન કર્યા.
Cross references
કટૂરાહે ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક અને શૂઆહને જન્મ આપ્યા. યોકશાનને શબા અને દદાન બે પુત્રો થયા.
“પરંતુ જો તમે માંરું કહ્યું સાંભળશો નહિ અને માંરી આજ્ઞાઓનું ઉલંઘન કરશો,
એ મિદ્યાની સ્ત્રીનું નામ કોઝબી હતું, તે મિદ્યાનીઓના એક કુટુંબના વડા સૂરની પુત્રી હતી.
“જા, મિદ્યાનીઓ પર હુમલો કર અને તેઓનો સંહાર કર.
યહોવાએ મૂસાને કહ્યું,
“પરંતુ જો તમે તમાંરા દેવ યહોવાની આજ્ઞા નહિ પાળો અને આજે હું જે એમની આજ્ઞાઓ અને નિયમો જણાવું છું તેનું નિષ્ઠાપૂર્વક પાલન નહિ કરો તો આ સર્વ શ્રાપો તમાંરા પર ઊતરશે.
તેઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ અને અન્ય બઆલ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.
તે લોકોએ યહોવાની ઉપાસના છોડીને બઆલ દેવ અને આશ્તારોથ દેવોની પૂજા કરવા માંડી.
ન્યાયાધીશના અવસાન પછી તેઓ યહોવાથી દૂર ફરી ગયા અને પોતાના પિતૃઓથી પણ વધારે ભ્રષ્ટ થઈ ગયાં, તેઓ અન્ય દેવની પૂજા કરતાં, તેમને પગે લાગતા; તેઓએ પોતાના દુષ્ટ માંર્ગોથી પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો.
આથી યહોવાનો રોષ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પલિસ્તીઓ અને આમ્મોનીઓના હાથમાં સોંપી દીધા.
પરંતુ આ બધુંય હોવા છતાં તેઓ તમને આધીન રહ્યા નહિ. અને તારી વિરૂદ્ધ બંડ પોકાર્યુ. તેઓએ તમારા નિયમશાસ્ત્રને નકાર્યા. અને જે પ્રબોધકોએ તેઓને તારા તરફ પાછા ફરવા કહ્યું તેઓને તેઓએ મારી નાખ્યા. વળી તેઓએ બીજાં અનેક ભયંકર કૃત્યો કર્યા.
યહોવાએ કનાનીઓનો નાશ કરવાની આજ્ઞા કરી હતી; તેઓએ તેમનો નાશ કર્યો નહિ.
મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે; મેં મિદ્યાનમાં તંબુઓને હલતા જોયા છે.