મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે; મેં મિદ્યાનમાં તંબુઓને હલતા જોયા છે.
Cross references
હામના પુત્રો હતા: કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન.
પછી ઇબ્રાહિમે બીજા લગ્ન કર્યા, તેની બીજી પત્નીનું નામ કટૂરાહ હતું.
આ વાતની જાણ ફારુનને થતા, તે મૂસાને માંરી નાખવા તૈયાર થયો. પણ મૂસા ફારુનને ત્યાંથી નાસી જઈને મિધાન દેશમાં જઈને વસ્યો.એક વખત તે કૂવા પાસે બેઠો હતો
પ્રજા આ સાંભળી કંપીને ગભરાઈ, સહુ પલેશેથવાસીઓ ભયથી ગભરાય છે.
એમની બહુ મોટી સંખ્યા જોઈને મોઆવીઓ ભયભીત થઈ ગયા.
“મૂર્તિપૂજામાં ઇસ્રાએલને લઈ જનાર મિદ્યાનીઓ ઉપર તું પૂરેપૂરું વેર વસૂલ કરજે. તે પછી તું પિતૃઓ ભેગો પોઢી જશે.”
અમે સાંભળ્યું છે કે, તમે મિસરમાંથી આવતા હતા ત્યારે યહોવાએ રાતા સમુદ્રના પાણીને સૂકવી નાખ્યું હતું, અને અમે એમ પણ સાંભળ્યું છે કે બે અમોરી રાજાઓ સીહોન, ઓગ અને તેનું સૈન્ય તમાંરા દ્વારા યર્દન નદીની પૂર્વે મૃત્યુ અને પરાજય પામ્યું હતું.
તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે એવું એટલા માંટે કર્યું કે અમને ચોક્કસ ખબર મળી હતી કે તમાંરા દેવ યહોવાએ પોતાના સેવક મૂસાને આ આખો દેશ તમને આપવાની અને એના સર્વ રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા કરી હતી. આથી તમે જેમ જેમ અમાંરા તરફ આગળ વધ્યા તેમ તેમ અમને તમાંરો ખૂબ ભય લાગવા માંડયો કે તમે અમને માંરી નાખશો, તેથી અમે આમ કર્યું.
પછી ગિદિયોને એફ્રાઈમના સમગ્ર પહાડી પ્રદેશમાં પોતાના સંદેશવાહકો મોકલ્યા અને જાહેર કરાવડાવ્યું કે, ઊતરી આવો, મિદ્યાનીઓનો સામનો કરો અને તેઓ નદી પાર ઊતરે તે પહેલા બેથબારાહથી યર્દન નદીના બધા પાણીવાળા સ્થળો કબજે કરી લો.”જેથી એફ્રાઈમના કુળસમૂહને ભેગું કરવામાં આવ્યું, અને તેમણે બેથબારાહ સુધીના યર્દન નદીના તમાંમ પાણીવાળા સ્થળો કબજો કરી લીધા.
તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.