Home Bibles નીતિવચનો 16:33 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 16:33 · ગુજરાતી બાઇબલ

લોકો દ્વારા ચિઠ્ઠી નાખવામાં આવે છે, પણ નિર્ણય તો તે બધાંયનો યહોવાના હાથમાં છે.

Cross references

લેવીય 16:8

પછી તેણે ચિઠ્ઠી ઉપાડીને એ બકરામાંથી એક યહોવાને માંટે અને એક અઝાઝેલ માંટે નક્કી કરવો.

ગણના 26:55

પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે.

યહોશુઆ 7:14

“‘આથી સવારે તમે બધા પોતાના કુળસમૂહ પ્રમાંણે આવજો અને જે કુળસમૂહને યહોવા પસંદ કરશે તે જાતિ પ્રમાંણે આગળ આવશે અને જે જાતિ યહોવા પસંદ કરશે તે કુટુંબો પ્રમાંણે આગળ આવશે. અને યહોવા જે કુટુંબને પસંદ કરે તે વ્યક્તિ પ્રમાંણે આગળ આવશે.

યહોશુઆ 18:5

તેઓ ભૂમિને 7ભાગમાં વહેંચી દેશે; યહૂદા પોતાના દક્ષિણના નિવાસમાં જ રહેશે અને યૂસફના લોકો ઉત્તરના પોતાના નિવાસમાં રહેશે.

યહોશુઆ 18:10

યહોશુઆ શીલોહમાં હતો, અને યહોવા પાસે ગયો અને તેની સામે ચિઠ્ઠીઓ નાખી અને ઇસ્રાએલીઓના દરેક કુળસમૂહને તેમનો પોતાનો ભાગ આપ્યો.

ન્યાયાધીશો 20:9

અમે ગિબયાહની વાતમાં આ પ્રમાંણે કરવા ઈચ્છીએ છીએ. અમે ચિઠ્ઠી નાખીને ગિબયાહ ઉપર હુમલો કરવા માંટે માંણસો પસંદ કરીશું.

1 શમુએલ 14:41

પછી શાઉલે પ્રાર્થના કરી, “ઈસ્રાએલના દેવ યહોવા, તમે તમાંરા સેવકને આજે જવાબ કેમ નથી આપ્યો. જો મે કે માંરા પુત્રે પાપ કર્યું હોય તો ઉરીમ આપ. જો ઈસ્રાએલીઓએ પાપ કર્યું હોય તો થુમ્મીમ આપ. શાઉલ અને યોનાથાન પસંદગી પામ્યા પણ લોકો બચી ગયા.”યોનાથાન અને શાઉલનો દોષ નીકળ્યો અને લોકો નિદોર્ષ ઠર્યા.

1 શમુએલ 14:42

પછી શાઉલે કહ્યું, “માંરી અને માંરા પુત્ર વચ્ચે નિર્ણય કરવા પાસા નાખો.” અને દોષ યોનાથાનનો નીકળ્યો.

નહેમ્યા 11:1

લોકોના તમામ આગેવાનો યરૂશાલેમમાં વસ્યા અને બાકીના લોકોમાંથી દશ માણસમાંથી એક માણસ માટે પવિત્ર નગરી યરૂશાલેમમાં વસે તે માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવી. જ્યારે બાકીના નવ અન્ય નગરોમાં જઇને વસ્યા.

નીતિવચનો 18:18

સમર્થ વ્યકિત વચ્ચેનો મામલો જામીનથી નીપટાવાય છે.

નીતિવચનો 29:26

સૌ કોઇ શાશકની કૃપા શોધે છે, પણ ન્યાય તો યહોવા પાસેથી જ મળી શકે છે.

યૂના 1:7

તેથી ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઇએ કે કોને લીધે આપણા પર આ વિધ્ન આવ્યું છે.”આથી તેમણે ચિઠ્ઠીઓ નાખી અને યૂનાની પસંદગી થઇ.

પ્રેરિતોનાં ક્રત્યો 1:26

પછી પ્રેરિતોએ બેમાંથી એકની પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી. પ્રભુની ઈચ્છાનુસાર માથ્થિયાસના નામની ચિઠ્ઠી નીકળી. તેથી તે બીજા અગિયારની સાથે પ્રેરિત થયો.

Interlinear

Choose Theme