વધારે સંખ્યા ધરાવતા કુળસમૂહોને વધારે વિસ્તાર ધરાવતા પ્રદેશો અને ઓછી વસ્તી ધરાવતા કુળસમૂહોને ઓછો વિસ્તાર ધરાવતા પ્રદેશો વહેંચી આપવામાં આવશે.
Cross references
“વસ્તી ગણતરીના આધારે કુળસમુહોને આ જમીન તેમની સંખ્યાના પ્રમાંણમાં વહેંચી આપવાની છે.
જેમની સંખ્યા મોટી છે તેમને વધુ જમીન આપવાની છે, જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે.
પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે.
આ નગરો દેશના વિવિધ ભાગોમાં આવેલા હોય, મોટાં કુળસમૂહો પાસે વધુ નગરો છે, તેથી તેઓ વધુ નગરો આપે અને નાનાં કુળસમૂહો પાસે ઓછાં નગરો છે તેથી તેઓ લેવીઓને થોડાં નગરો આપે.”
યહૂદાના કુટુંબને ટોળીઓ પ્રમાંણે ચિઠ્ઠી નાંખી ભૂમિ વહેંચવામાં આવી હતી. એ દક્ષિણ તરફ અદોમની સરહદ, તેમાંનની ધારે આવેલા સીનના રણ સુધી ફેલાયલી છે.
યૂસફના વંશજોના પ્રદેશની સરહદ યરીખોથી માંડીને યર્દનથી શરૂ થઈ, યરીખોના ઝરણાની પૂર્વ તરફ રણમાં થઈને બેથેલના પર્વતીય પ્રદેશ સુધી જતી હતી.
મનાશ્શા યૂસફનો જ્યેષ્ઠ પુત્ર હતો તેથી તેના કુળસમૂહને પણ પ્રદેશનો ભાગ આપવામાં આવ્યો હતો. ગિલયાદનો પિતા માંખીર મનાશ્શાનો જ્યેષ્ઠ પુત્ર હતો જે યોદ્ધો હતો. તેથી ગિલયાદ અને બાશાનના પ્રાંતો તેને ફાળવવામાં આવ્યા હતા.
બિન્યામિનના કુટુંબોનો ભાગ ચિઠ્ઠી નાખ્યાં પછી નક્કી થયો હતો. તેમને આપવામાં આવેલો પ્રદેશ યહૂદાના અને યૂસફના પ્રદેશ વચ્ચે આવેલો હતો.