તેથી યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યા અને હેબ્રોનનો પ્રદેશ તેને આપી દીધો.
Cross references
અને પછી યૂસફે તેના પિતા યાકૂબને લાવીને ફારુન સમક્ષ રજૂ કર્યા, અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યા.
પછી ફારુનને આશીર્વાદ આપ્યા બાદ યાકૂબ તેમની પાસેથી ચાલ્યો ગયો.
એગ્લોન છોડયા પછી તેઓએ હેબ્રોન પર આક્રમણ કર્યું.
જેમ યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તેમ, તેણે યફૂન્નેહના દીકરા કાલેબને યહૂદાના લોકોની ભૂમિમાંથી ભાગ આપ્યો. તેણે તેને કિર્યાથ-આર્બા આપ્યું હતું. આર્બા અનાકનો પિતા હતો.
તેમને યહૂદાના ડુંગરાળ પ્રદેશમાં આવેલું કિર્યાથ-આર્બા અનાકના બાપનું નગર. એટલે કે હેબ્રોન અને તેની આજુબાજુનો ગૌચર પ્રદેશ મળ્યો.
પણ એ શહરેનાં અને તેના ગામડાઓનાં ખેતરો યફૂન્નેહના પુત્ર કાલેબને અપાયાં હતા.
યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા, અને તેઓ પોતાને ધેર પાછા ફર્યા.
મૂસાના વચન મુજબ હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું! અને તેણે અનાકના ત્રણ પુત્રોને ત્યાંથી હાંકી કાઢયા.
એટલે એલીએ તેને કહ્યું, “શાંતિથી જા, અને ઇસ્રાએલનો દેવ તારી ઇચ્છા પૂરી કરશે અને તારી પ્રાર્થનાનો બદલો આપે!”
અને હેબ્રોન તથા દાઉદના રઝળપાટ દરમ્યાન તે અને તેના માંણસો જયાં જયાં રહ્યાં હતાં તે બધાં સ્થળોના માંણસોને મોકલી આપી.
એલઆઝાર, તેનો પુત્ર ફીનહાસ, તેનો પુત્ર આબીશૂઆ,
તેઓને તેઓએ યહૂદિયા દેશમાં હેબ્રોન તથા તેની આજુબાજુનાં તેનાં પાદરો આપવામાં આવ્યા હતા.
અને તેમના ખેતરો અને ગામડાઓ માટે યહૂદાના લોકો આ ગામમાં રહ્યાં: કિયાર્થઆર્બા અને તેના ગામ, દીબોન અને તેના ગામ, યકાબ્સએલ અને તેના ગામમાં,
પણ મારી વ્હાલી, મારી પ્રીતમા તો એકજ છે; પોતાની માતાની એકની એક, અને પિતાની વહાલી. યરૂશાલેમની દીકરીઓ તારી સામે જુએ છે અને તને ધન્યવાદ આપે છે; રાણીઓ અને ઉપપત્નીઓ તારી પ્રશંસા કરે છે.