એટલે એલીએ તેને કહ્યું, “શાંતિથી જા, અને ઇસ્રાએલનો દેવ તારી ઇચ્છા પૂરી કરશે અને તારી પ્રાર્થનાનો બદલો આપે!”
Cross references
યાજકે કહ્યું, “શાંતિથી જાઓ. તમાંરા પ્રવાસ ઉપર યહોવાની દયા દૃષ્ટિ છે.”
યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિથી જા, કારણ તારી અને માંરી વચ્ચે અને તારા કુટુંબ અને માંરાં કુટુંબ વચ્ચે એક સંધિ છે અને યહોવા તેના સાક્ષી છે. આપણે પ્રતિજ્ઞા લીધી છે અને કહ્યું છે કે યહોવા આપણી વચ્ચે સદા માંટે સાક્ષી રહેશે.”
ત્યાર પછી દાઉદે તેને માંટે અબીગાઈલ જે લાવી હતી તેનો સ્વીકાર કર્યો અને કહ્યું, “નચિંત થઈને શાંતિથી પાછી ઘરે જા, મેં તારી વાત સાંભળી છે, અને હું તારી વિનંતી માંન્ય રાખું છું.”
માંટે તું શાંતિથી પાછો જા, અને પલિસ્તી સેનાપતિઓને ખોટું લાગે એવું કશું કરીશ નહિ.”
એટલે રાજાએ કહ્યું, “ઠીક, સુખેથી જા, જઈને તારી માંનતા પૂર્ણ કર.”આથી આબ્શાલોમ હેબ્રોન ગયો.
એલિશાએ કહ્યું, “સારું, શાંતિથી જા,”પછી નામાંન સ્વદેશ જવા રવાના થયો.
યાબેસે ઇસ્રાએલના દેવને પ્રાર્થના કરી કે, હું તમને, પ્રાર્થના કરું છું કે, તમે મને આશીર્વાદ આપો અને મારી ભૂમિનો વિસ્તાર કરો, “તમે મારી સાથે રહો અને મને ગૌચર ભૂમિ આપો જેથી મને પરિશ્રમ કરવો ન પડે.” દેવે તેની પ્રાર્થના માન્ય રાખી.
તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી, અને તારું દહનાર્પણ સ્વીકારે.
તમારી મુકિત અમને સુખી બનાવશે, આપણા દેવને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તમારી બધી વિનંતિઓનો સ્વીકાર કરે.
ઈસુએ તે સ્ત્રીને કહ્યું, ‘તને સાજી કરવામાં આવી છે કારણ કે તને વિશ્વાસ છે. શાંતિથી જા. હવે તારે વધારે સહન કરવાનું નહિ રહે.’
ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.”
ઈસુએ તેને કહ્યું, “દીકરી, તને તારા વિશ્વાસે સાજી કરી છે. શાંતિથી જા.”