Home Bibles યહોશુઆ 10:36 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 10:36 · ગુજરાતી બાઇબલ

એગ્લોન છોડયા પછી તેઓએ હેબ્રોન પર આક્રમણ કર્યું.

Cross references

ઊત્પત્તિ 13:18

તેથી ઇબ્રામે પોતાનો તંબુ ખસેડ્યો અને તે હેબ્રોનમાં આવેલા માંમરેનાં વિશાળ એલોન વૃક્ષો પાસે રહેવા ગયો. ત્યાં ઇબ્રામે યહોવા માંટે એક વેદી બાંધી.

ગણના 13:22

ઉત્તર તરફ જતાં તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં તેઓએ રાક્ષસ અનાકના વંશજોના અહીમાંન, શેશાય અને તાલ્માંય કુટુંબોને વસેલાં જોયાં. (મિસરમાં સોઆન સ્થપાયું તેના સાત વર્ષ પહેલાં હેબ્રોન સ્થપાયું હતું.)

યહોશુઆ 10:3

તેથી યરૂશાલેમના રાજા અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને સંદેશો મોકલ્યો.

યહોશુઆ 10:5

એ પાંચ અમોરી રાજાઓ-યરૂશાલેમ હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના રાજાઓ ભેગા થઈને પોતાનાં લશ્કરો સાથે ઊપડયા અને ગિબઓનને ઘેરી લઈ તેમણે તેના ઉપર હુમલો કર્યો.

યહોશુઆ 14:13

તેથી યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યા અને હેબ્રોનનો પ્રદેશ તેને આપી દીધો.

યહોશુઆ 15:13

જેમ યહોવાએ યહોશુઆને આજ્ઞા કરી હતી તેમ, તેણે યફૂન્નેહના દીકરા કાલેબને યહૂદાના લોકોની ભૂમિમાંથી ભાગ આપ્યો. તેણે તેને કિર્યાથ-આર્બા આપ્યું હતું. આર્બા અનાકનો પિતા હતો.

યહોશુઆ 15:54

હુમ્ટાહ, કિર્યાથ-આર્બા એટલે કે હેબ્રોન અને સીઓર અને તેની આજુબાજુના ગામો સહિત કુલ 9શહેરો હતાં.

યહોશુઆ 21:13

હારુનના વંશજોને હેબ્રોન સુરક્ષાનું શહેર અને તેનો ગૌચર મળ્યો. તેમને આ બધાં શહેરો પણ મળ્યાં: લિબ્નાહ,

ન્યાયાધીશો 1:10

પછી તે લોકોએ હેબ્રોનના કનાનીઓ ઉપર હુમલો કર્યો. (એ શહેરનું નામ પહેલાં ‘કિર્યાથ-આર્બા’ હતું.) ત્યાં તેમણે શેશાય, અહીમાંન અને તાલ્માંય કુટુંબ સમૂહોને હરાવ્યા.

2 શમએલ 5:1

પછી ઇસ્રાએલના સર્વ કુળસમૂહો દાઉદને મળવા હેબ્રોનમાં આવ્યા, તેઓએ તેમને કહ્યું, “અમે તમાંરા સગા ભાઈઓ છીએ. અમે તમાંરા રકતમાંસ છીએ.

2 શમએલ 15:9

એટલે રાજાએ કહ્યું, “ઠીક, સુખેથી જા, જઈને તારી માંનતા પૂર્ણ કર.”આથી આબ્શાલોમ હેબ્રોન ગયો.

1 કાળવ્રત્તાંત 12:23

યહોવાએ વચન આપ્યા પ્રમાણે શાઉલને બદલે દાઉદને રાજા બનાવવા માટે જે યોદ્ધાઓ હેબ્રોન ખાતે આવી મળ્યા તેમની સંખ્યા નીચે મુજબ છે;

1 કાળવ્રત્તાંત 12:28

તરુણ પરાક્રમી યોદ્ધો સાદોક અને તેના કુલના 22 નાયકો;

Interlinear

Choose Theme