હવે મને પર્વત દેશ આપ જેનુ વચન યહોવાએ બહુ પહેલા આપ્યું હતું. તે સમયે તમને માંહિતગાર કરવામાં આવ્યાં હતાં કે, અનાકીઓ ત્યાં રહેલાં અને તેઓનાં શહેરો બહું મોટાં અને કિલ્લેબંધ હતાં. કદાચ મને યહોવાનો સાથ મળી રહેશે અને હું યહોવા દ્વારા અપાયેલા વચન પ્રમાંણે તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”
Cross references
પણ ત્યાંના લોકો શક્તિશાળી છે, તેઓનાં નગરો વિશાળ અને કિલ્લેબંધીવાળા છે. વળી અમે ત્યાં અનાકના રાક્ષસીઓને પણ જોયા.
તદુપરાંત અમે ત્યાં અનાકના વંશજો પુરાતન સમયના રાક્ષસોના વંશજોને પણ જોયા, તેઓ ખૂબ ઊચા અને કદાવર છે, અને અમે તો તેમની આગળ તીતીધોડા જેવા છીએ. એમ અમને લાગતું હતું. અને તે લોકોને પણ અમે તીતીધોડા જેવા જ લાગ્યા હોઈશું.”
જો યહોવા આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને એ દેશમાં લઈ જશે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેવી ભૂમિ તે આપણને આપશે.
યહોવાની વિરુદ્ધ બંડ ન કરશો, એ લોકોથી ડરશો નહિ, તે બધાને હરાવવા આપણે શક્તિમાંન છીએ. હવે તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી અને યહોવા આપણી સાથે છે, તેથી તેમનાથી જરાય ડરશો નહિ.”
યહોવાએ મૂસાને કહ્યું, “એનાથી ડરતો નહિ, કારણ કે મેં તેને, એની પ્રજાને અને તેના દેશને તમાંરા હાથમાં સોંપી દીધાં છે. હેશ્બોનમાં રહેતાં અમોરીઓના રાજા સીહોનની જેવી હાલત કરી, તેવી જ હાલત તમે તેની કરજો.”
“હે ઇસ્રાએલી પ્રજાજનો સાંભળો! આજે તમે યર્દન નદી ઓળંગીને તમાંરા કરતાં મહાન અને શકિતશાળી પ્રજાઓનો દેશ કબજે કરવાના છો. તેમનાં શહેરો મોટાં છે અને તેમને ગગનચુંબી કોટ છે.
તેથી તમે સમજી લેજો કે આજે તમાંરા દેવ યહોવા સ્વયં સર્વભક્ષી અગ્નિરૂપે તમાંરા સૌની આગળ રહીને જશે. અને તે એ લોકોનો વિનાશ કરશે. અને યહોવાના વચન અનુસાર તમે તેઓને હાંકી કાઢવા તેમજ તરત હરાવવા સમર્થ બનશો.
ત્યારબાદ યહોશુઆએ પર્વતીય દેશ, હેબ્રોન, દબીર, અનાબ, યહૂદિયાના પર્વતીય પ્રદેશ અને ઇસ્રાએલના સમગ્ર પર્વતીય પ્રદેશમાં રહેનારા અનાકીઓનો નાશ કર્યો.
કાલેબે ત્યાંથી અનાકના ત્રણ દીકરા-શેશાય, અહીમાંન અને તાલ્માંયને હાંકી કાઢયા.
મૂસાના વચન મુજબ હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું! અને તેણે અનાકના ત્રણ પુત્રોને ત્યાંથી હાંકી કાઢયા.
યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.”
આસાએ પોતાના દેવ યહોવાને અરજ કરી, “હે યહોવા, બળવાનની વિરૂદ્ધ નિર્બળને સહાય કરનાર, તારા સિવાય બીજો કોઇ નથી; હે યહોવા, અમારા દેવ, અમને સહાય કર; અમને માત્ર તારો જ આધાર છે. અને તારું નામ લઇને જ અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ, હે યહોવા, તું અમારો દેવ છે. લોકો તારી પર વિજયી ન થાય, એ જોજે.”
તેમની શકિતથી તેઓ મને ભરી દે છે અને પવિત્ર જીવન જીવવાં માટે મને સહાય કરે છે.
યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું?
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી. અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો. તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા, પરંતુ તમારા જમણા હાથે, તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા. કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
દેવના સાથથી અમે પરાક્રમો કરીશું; કારણ, તેજ અમારા શત્રુઓને કચડી નાખશે.
બધી પ્રજાઓએ મને ઘેરી લીધો છે, પણ હું યહોવાનું નામ લઇને તેમને પરાજીત કરીશ.
તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.
ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે.
આ બધા લોકોને ઘણોજ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને કારણે તેમણે રાજ્યોને હરાવ્યા. અને જે કાર્યો ન્યાયયુક્ત હતા તે તેમણે કર્યા અને દેવના વચનોનાં ફળ પ્રાપ્ત કર્યા, વળી તેઓએ વિશ્વાસ સાથે સિંહના જડબા બંધ કરી દીધા.