Home Bibles યહોશુઆ 11:1 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 11:1 · ગુજરાતી બાઇબલ

આ સમાંચાર હાસોરના રાજા યાબીનને પહોંચ્યા. યાવીને આ શબ્દો આપેલા રાજાઓને મોકલ્યા: માંદોનનો રાજા શિમ્રોનનો રાજા યોબાબ અને આખ્શાફનો રાજા;

Cross references

યહોશુઆ 9:2

યહોશુઆ અને ઇસ્રાએલીઓ સામે લડવાના એક લક્ષ્ય સાથે આ બધા રાજાઓ મળી ગયાં.

યહોશુઆ 10:3

તેથી યરૂશાલેમના રાજા અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને સંદેશો મોકલ્યો.

યહોશુઆ 11:10

ત્યારબાદ યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું, અને તેના રાજાને મોતને ઘાટ ઉતાર્યો. તે સમયે હાસોર બધાં જ સંયુક્ત રાષ્ટ્રોનું પાટનગર હતું.

યહોશુઆ 12:19

માંદોનનો રાજા 1હાસોરનો રાજા 1

યહોશુઆ 12:20

શિમ્રોન-મરોનનો રાજા 1આખ્શાફનો રાજા 1

યહોશુઆ 19:36

અદામાંહ, રામાં, હાસોર,

ન્યાયાધીશો 4:2

તેથી યહોવાની ઇચ્છાપ્રમાંણે ઈસ્રાએલીઓને હાસોરમાં રાજ કરનાર કનાની રાજા યાબીનના હાથે પરાજીત કરાયા હતાં. તેના સૈન્યના સેનાપતિનું નામ સીસરો હતું જે હરોશેથ હગોઈમમાં રહેતો હતો.

ન્યાયાધીશો 4:17

સીસરા ભાગી ગયો અને દોડતો કેની હેબેરની પત્ની યાએલના તંબુએ પહોંચી ગયો. કારણ હાસોરના રાજા યાબીન અને કેની હેબેરના પરિવાર વચ્ચે સારા પારિવારીક સંબંધો હતાં.

2 શમએલ 10:15

અરામીઓએ જોયું કે તેઓ ઇસ્રાએલ આગળ હારી ગયા છે, એટલે તેઓએ પોતાના સૈન્યને ફરીથી એકઠું કર્યુ.

1 રાજઓ 9:15

સુલેમાંને યહોવાનું મંદિર અને પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરૂશાલેમનો કોટ, હાસોર, મગિદૃો તથા વેઠ મજૂરીની પ્રથા દ્વારા બંધાવ્યા હતાં.

2 રાજઓ 15:29

ઇસ્રાએલના રાજા પેકાહના શાસન દરમ્યાન આશ્શૂરનો રાજા તિગ્લાથે-પિલેસેરથી ચઢી આવીને ઇયોન, આબેલ બેથ-માઅખાહ, યાનોઆહ, કેદેશ, હાસોર, ગિલયાદ તેમ જ ગાલીલ અને નફતાલીના બધા પ્રદેશને સર કરી લીધાં અને ત્યાંના લોકોને આશ્શૂરમાં બંદી બનાવીને લઇ ગયો.

ગીતશાસ્ત્ર 2:1

બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે? શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?

ગીતશાસ્ત્ર 83:1

હે દેવ, તમે છાના ન રહો; હે દેવ, તમે ચૂપ ન રહો; અને શાંત ન રહો.

યશાયા 26:11

હે યહોવા, તમે તમારો હાથ ઉગામ્યો છે, તો પણ તમારા દુશ્મનો તે જોતા નથી, તમારા લોકો માટેનો તમારો પ્રેમ કેવો ઉગ્ર છે તેનું ભાન થતાં તેઓ લજવાય! તમારા શત્રુઓ માટે રાખી મૂકેલા અગ્નિથી તેઓને ભસ્મ કરો.

યશાયા 43:2

જ્યારે તું અગાધ જળમાં થઇને પસાર થતો હશે, ત્યારે હું તારી સાથે રહીશ, તું નદીમાં થઇને જતો હશે, ત્યારે તેના વહેણ તને તાણી નહિ લઇ જાય, અગ્નિમાં થઇને તું ચાલશે તો તું દાઝી નહિ જાય; જવાળાઓ તને બાળશે નહિ.

યશાયા 43:5

“તું ડરીશ નહિ, હું તારી સાથે છું. હું તારા લોકોને પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી લઇ આવી ઘરભેગા કરીશ.

Interlinear

Choose Theme