Home Bibles ગીતશાસ્ત્ર 83:1 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 83:1 · ગુજરાતી બાઇબલ

હે દેવ, તમે છાના ન રહો; હે દેવ, તમે ચૂપ ન રહો; અને શાંત ન રહો.

Cross references

ગીતશાસ્ત્ર 28:1

હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું. હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ, કારણકે તમે મારા મદદના પોકાર નો જવાબ નહિ આપો તો મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.

ગીતશાસ્ત્ર 35:22

હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો, હવે તમે શાંત બેસી રહેશો નહિ; અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.

ગીતશાસ્ત્ર 44:23

હે યહોવા, જાગૃત થાઓ! હવે ઊંઘસો નહિ; અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.

ગીતશાસ્ત્ર 50:1

યહોવા, દેવોના દેવ બોલ્યા છે, તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.

ગીતશાસ્ત્ર 50:3

આપણા દેવ આવે છે, તેઓ મૌન રહેશે નહિ, ભસ્મ કરનાર અગ્નિ આગળ આવે છે, તેમની આસપાસ મહાતોફાન જાગશે.

ગીતશાસ્ત્ર 109:1

હે મારા દેવ, તમે તે એક છો જેની હું સ્તુતિ કરું છું તમે મૌન ધારણ કરીને દૂર ઊભા ન રહો.

યશાયા 42:14

યહોવા કહે છે, “લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, મેં મૌન જાળવ્યું છે અને હું ગમ ખાઇ ગયો છું, હવે હું પ્રસવ વેદનાથી પીડાતી સ્રીની જેમ બૂમો પાડી ઊઠીશ; હું ઊંડા શ્વાસ લઇશ.

Interlinear

Choose Theme