Home Bibles યહોશુઆ 9:2 · ગુજરાતી બાઇબલ
યહોશુઆ 9:2 · ગુજરાતી બાઇબલ

યહોશુઆ અને ઇસ્રાએલીઓ સામે લડવાના એક લક્ષ્ય સાથે આ બધા રાજાઓ મળી ગયાં.

Cross references

યહોશુઆ 10:5

એ પાંચ અમોરી રાજાઓ-યરૂશાલેમ હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના રાજાઓ ભેગા થઈને પોતાનાં લશ્કરો સાથે ઊપડયા અને ગિબઓનને ઘેરી લઈ તેમણે તેના ઉપર હુમલો કર્યો.

યહોશુઆ 11:1

આ સમાંચાર હાસોરના રાજા યાબીનને પહોંચ્યા. યાવીને આ શબ્દો આપેલા રાજાઓને મોકલ્યા: માંદોનનો રાજા શિમ્રોનનો રાજા યોબાબ અને આખ્શાફનો રાજા;

યહોશુઆ 11:5

કારણ કે એ બધા રાજાઓએ ભેગા થઈને ઇસ્રાએલીઓ સામે લડવા માંટે મેરોમ સરોવર પાસે પોતાનો પડાવ નાખ્યો હતો.

યહોશુઆ 24:11

“પછી તમે યર્દન નદી પાર કરીને યરીખોમાં આવ્યા. યરીખોના માંણસોએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ અને એવા બીજા ઘણાં એટલે કે પરિઝઝીઓ, અમોરીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ તમાંરી સામે યુદ્ધે ચડયા, પણ મેં તમાંરા હાથમાં સોંપી દીધા.

2 કાળવ્રત્તાંત 20:1

કેટલાક સમય પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓએ કેટલાંક મેઉનીઓ સાથે મળીને યહૂદા પર આક્રમણ કર્યુ.

ગીતશાસ્ત્ર 2:1

બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે? શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?

ગીતશાસ્ત્ર 83:2

જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે. અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.

ગીતશાસ્ત્ર 83:4

તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ; જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”

નીતિવચનો 11:21

ખાતરી રાખજો દુષ્ટને સજા થયા વગર નહિ રહે, પણ સદાચારીઓનાં સંતાનો સજામાથી છટકી જશે.

યશાયા 8:9

હે રાષ્ટો! તમે અમારું ભૂંડુ કરવા નીકળ્યા છો. પણ તમે સફળ થઇ શકશો નહિ, તમે છિન્નભિન્ન થઇ જશો, હે દૂરના રાષ્ટો, તમે બધા સાંભળો; અમારી સામે યુદ્ધ કરવા તમારી જાતને સુસજ્જ કરો હા, અને નાશ પામો!

યશાયા 8:12

“કહેવાતા કાવતરાઁની જેનાથી આ લોકો ડરે છે, ચિંતા કરશો નહિ તે લોકો જેનો ડર રાખે છે, તેનાથી ગભરાશો નહિ:

યશાયા 54:15

જો કોઇ પ્રજા તારી વિરુદ્ધ યુદ્ધ કરવા આવે, તો તને શિક્ષા કરવાના હેતુથી હું તેઓને તારી પાસે મોકલીશ નહિ. જો તેઓ યુદ્ધ કરશે, તો પણ તેઓનો નાશ કરવામાં આવશે કેમ કે હું તારા પક્ષમાં છું.

યોએલ 3:9

તમે પ્રજાઓમાં બધી બાજુ જાહેર કરો; યુદ્ધની તૈયારી કરો. શ્રેષ્ઠ યોદ્ધાઓની ભરતી કરો. યુદ્ધના સર્વ પુરુષો તૈયાર થાઓ અને યુદ્ધ તરફ કૂચ કરો.

પ્રેરિતોનાં ક્રત્યો 4:26

પૃથ્ની પરના રાજાઓ તેઓની જાતે લડવા સજજ થયા છે, અને બધા અધિકારીઓ પ્રભુની (દેવ) વિરૂદ્ધ અને તેના ખ્રિસ્તની વિરૂદ્ધ ભેગા થયા છે.” ગીતશાસ્ત્ર 2:1-2

પ્રકટીકરણ 16:14

(આ અશુદ્ધ આત્માઓ શેતાનના આત્માઓ તરફથી છે. તેઓ પાસે ચમત્કારો કરવાની શક્તિ છે. આ દુષ્ટ આત્માઓ આખી દુનિયાના રાજાઓ પાસે જવા નીકળ્યા. જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઇને માટે રાજાઓ ને ભેગા કરવા બહાર નીકળ્યા.)

પ્રકટીકરણ 20:8

પૃથ્વી પરના બધા રાષ્ટ્રોને ગોગ અને માગોગને ભ્રમિત કરવા તે બહાર જશે. શેતાન લોકોને લડાઈ માટે ભેગા કરશે. ત્યાં એટલા બધા લોકો હશે, જેથી તેઓ સમુદ્ર કિનારા પરની રેતી જેવા હશે.

Interlinear

Choose Theme