Home Bibles યશાયા 30:6 · ગુજરાતી બાઇબલ
યશાયા 30:6 · ગુજરાતી બાઇબલ

દક્ષિણનાં રણનાં પશુઓને લગતી દેવવાણી: “એ એલચીઓ હાડમારી અને કષ્ટોભર્યા પ્રદેશમાં થઇને, જ્યાં સિંહો વસે છે, ઝેરી નાગ અને ઊડતા સાપ વસે છે, તેમાં થઇને ગધેડાં અને ઊંટો પર લાદીને મિસરની પ્રજા માટે ભેટસોગાદો લઇ જાય છે.

Cross references

નિર્ગમન 1:14

તેમની પાસે બધીજ જાતની કાળી મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો પાડવાના તથા ખેતરમાં બધીજ જાતનાં સખત કામો કરાવીને તેમનું જીવન અસહ્ય બનાવી દીઘું.

નિર્ગમન 5:10

તેથી એ લોકોના મુકાદમોએ અને મુખીઓએ લોકોની પાસે જઈને કહ્યું, “ફારુને નિર્ણય કર્યો છે કે, તે તમને લોકોને ઈંટો બનાવવા માંટે પરાળ નહિ આપે.

ગણના 21:6

ત્યારે યહોવાએ તેમની વચ્ચે તેઓને શિક્ષા કરવા ઝેરી સાપ મોકલ્યા અને ઘણા ઇસ્રાએલી લોકો સાપ કરડવાથી મૃત્યુ પામ્યા.

પુનર્નિયમ 4:20

પરંતુ તમને તો યહોવા મિસરની ભડભડતી ભઠ્ઠીમાંથી બહાર લઈ આવ્યો હતો, જેથી તમે એની પોતાની પ્રજા બની રહો અને તેમનો પોતાનો વારસો બનો, જેમ તમે આજે છો.

પુનર્નિયમ 8:15

રખે તમે એ દેવ યહોવાને ભૂલી જતા જે તમને ઝેરી સાપ તથા વીંછીઓથી ભરેલા વિશાળ અને ભયંકર રણમાં જઈને, સૂકાભટ નપાણિયા પ્રદેશમાં જઈને તમને દોરી લાવ્યા, કઠણ ખડકમાંથી એમણે તમાંરા માંટે પાણી વહેતું કર્યું,

પુનર્નિયમ 17:16

તે રાજા પાસે મોટી સંખ્યામાં ઘોડાઓ ન હોવા જોઇએ. અને તેણે ઘોડાઓ લાવવા માંટે પોતાના માંણસોને મિસર મોકલવા નહિ. યહોવાએ આદેશ કર્યો છે કે, ‘તમાંરે ફરી કદી મિસર પાછા જવું નહિ.’

1 રાજઓ 10:2

તે પોતાની સાથે મોટો રસાલો, અને લાદેલાં ઊંટો અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઈને યરૂશાલેમ આવી પહોંચી. તેણે સુલેમાંન પાસે આવીને પોતાના મનમાં હતા, તે બધા પ્રશ્ર્નો તેને પૂછયા.

2 કાળવ્રત્તાંત 9:1

સુલેમાનનાં અદ્ભૂત ડહાપણ અને તેની કીતિર્ સાંભળીને શેબાની રાણી, તેની કસોટી કરવા માટે અઘરા પ્રશ્ર્નો લઇને યરૂશાલેમ આવી, તે પોતાની સાથે અંગરક્ષકો અને અમલદારોનો મોટો રસાલો અને ઊંટ ઉપર લાદીને અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઇને આવી હતી.

2 કાળવ્રત્તાંત 16:2

એટલે આસાએ યહોવાના મંદિરના અને રાજમહેલના ભંડારોમાંથી સોનુચાંદી બહાર કાઢી દમસ્કમાં રહેતા અરામના રાજા બેનહદાદને સંદેશો મોકલાવ્યો કે,

2 કાળવ્રત્તાંત 28:20

આશ્શૂરનો રાજા તિલ્ગાથ-પિલ્નેસેર આવ્યો ખરો પણ તેને મદદ કરવાને બદલે તેણે તેને ઘેરો ઘાલ્યો.

અયૂબ 39:11

જંગલી બળદ ખૂબ શકિતશાળી છે! પણ તમારું કામ કરાવવા માટે શું તમે તેની અપેક્ષા કરી શકશો?

યશાયા 8:22

અને નીચે પૃથ્વી પર નજર કરશે તો, અલબત્ત દરેક જગાએ તેઓને દુ:ખ, અભેદ્ય અંધકાર અને વેદના જ મળશે. તેમને અંધકારમાં ધકેલી દેવામાં આવશે.

યશાયા 14:29

હે સર્વ પલિસ્તીઓ, તમને મારનારી લાઠી ભાંગી ગઇ છે, તેથી આનંદમાં નાચશો નહિ, કારણ કે એક સાપમાંથી બીજો એક વધારે ભયંકર સાપ જન્મ લે છે, અને તેમાંથી હજી બીજો ઊડતો સાપ પેદા થાય છે.

યશાયા 15:7

આથી લોકો પોતાની માલમિલ્કત અને જે કઇં સંઘરેલું છે તે લઇને વેલવાળી ખીણની સામે પાર ચાલ્યા જાય છે.

યશાયા 19:4

આ સૈન્યોના દેવ યહોવાના વચન છે, “હું મિસરીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઇશ, જે તેમના પર રાજ્ય કરશે.”

યશાયા 46:1

યહોવા કહે છે, “બેલને નમાવી દીધું છે,નબો વિરોધ કરે છે, તેમની મૂર્તિઓ ઢોરો પર લાદવામાં આવી છે, જે મૂર્તિઓને તમે માથે લઇને ફરતા હતા તે અત્યારે થાકેલાં જનાવરો પર ભારરૂપે લદાઇ છે.

યશાયા 57:9

તેં સુગંધીદાર ધૂપ તથા અત્તર મોલેખ દેવને ભેટ તરીકે અર્પણ કર્યા છે. સંદેશવાહકોને દૂર દૂરના શેઓલમાં મોકલે છે.

ચર્મિયા 2:6

તેઓએ પૂછયું નહી કે યહોવા ક્યાં છે? જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા અને અમને રેતી અને ખડકોની ભૂમિમાંથી દોરી ગયાં, જ્યાં સદાકાળ દુકાળ અને અંધકાર હોય છે, જ્યાં નથી કોઇ માણસના ક્યારેય પગલાં પડ્યાં કે નથી કોઇ ત્યાં ક્યારેય વસ્યું”

ચર્મિયા 11:4

જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો.

હોશિયા 8:9

તે એકલા રખડતાં જંગલી ગધેડા જેવો છે. મદદ માટે તે આશ્શૂર પાસે દોડી ગયો છે. તેઓ ભેટસોગાદ અને પૈસા આપીને બીજી પ્રજાઓનો સાથ મેળવે છે;

હોશિયા 12:1

યહોવા કહે છે,” ઇસ્રાએલ વાયુને પકડવાનો કોઇ પ્રયત્ન કરતું હોય તેમ વતેર્ છે. તેઓ તેમના જૂઠાણા વધારે છે અને વધારેને વધારે ચોરે છે. તેઓ આશ્શૂરીઓ સાથે કરારો કરે છે, પણ એ જ સમયે મિસરને ખંડણી તરીકે જેતૂનનું તેલ મોકલે છે.

હોશિયા 12:2

યહોવાની યહૂદા વિરૂદ્ધ દલીલ છે. તેઓ યાકૂબને તેના કૃત્યોની સજા આપશે. યાકૂબને તેના ખરાબ કૃત્યોની યોગ્ય સજા થશે.

ઝખાર્યા 6:6

કાળા ઘોડાથી ખેંચેલો રથ ઉત્તર તરફ જશે, સફેદ ઘોડાથી ખેંચેલો રથ તેમની પાછળ જશે. અને ટપકાંવાળા ઘોડાથી ખેંચેલો રથ દક્ષિણમાં જશે.”

માથ્થી 12:42

“ન્યાયના દિવસે શેબાની રાણી આજની પેઢીના તમારા લોકો સાથે ઊભી રહેશે કારણ કે ઘણે દૂરથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી. અહીં સુલેમાન કરતાં પણ એક મોટો છે.

Interlinear

Choose Theme