Home Bibles યશાયા 19:4 · ગુજરાતી બાઇબલ
યશાયા 19:4 · ગુજરાતી બાઇબલ

આ સૈન્યોના દેવ યહોવાના વચન છે, “હું મિસરીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઇશ, જે તેમના પર રાજ્ય કરશે.”

Cross references

1 શમુએલ 23:7

શાઉલને જયારે સમાંચાર પ્રાપ્ત થયા કે દાઉદ કઈલાહ ગયો છે, ત્યારે તે બોલ્યો, “દેવે એને માંરા હાથમાં સોંપી દીધો છે, કારણ, દરવાજા અને ભૂંગળોવાળા શહેરમાં પેસીને તે ફસાયો છે.”

ગીતશાસ્ત્ર 31:8

તમે મને શત્રુઓના હાથમાં સોંપ્યો નથી, તમે મારા પગ વિશાળ જગા પર સ્થિર કર્યા છે.

યશાયા 19:2

દેવ કહે છે, “હું મિસરીઓને મિસરીઓ સામે ઉશ્કેરીશ, અને તેઓ અંદરોઅંદર લડશે, પડોશીની સામે પડોશી, શહેરની સામે શહેર અને રાજ્ય સામે રાજ્ય.

યશાયા 20:3

પછી આશ્દોદ જીતાયું ત્યારે યહોવાએ કહ્યું, “મારો સેવક યશાયા ત્રણ વર્ષ પર્યંત મિસર અને કૂશની જે હાલત થવાની છે તેની એંધાણીરૂંપે વસ્ત્ર વિના ફર્યો છે.

યશાયા 20:4

તે જ રીતે આશ્શૂરનો રાજા મિસરના અને કૂશના કેદીઓને, જુવાનોને, તેમજ વૃદ્ધોને નવસ્રા અને ઉઘાડા પગે, નગ્નાવસ્થામાં હાંકીને લઇ જશે, જેનાથી મિસરને શરમાવું પડશે.

ચર્મિયા 46:26

હું તેમને તેમનો જીવ લેવા તાકી રહેલા બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સુપ્રત કરી દઇશ. અને પછી મિસરમાં પાછી પહેલાંની માફક વસ્તી થશે.” આ હું યહોવા બોલું છું.

યર્મિયાનો વિલાપ 29:19

તેથી યહોવા મારા માલિક કહે છે કે, “હું મિસરની ભૂમિ બાબિલના રાજા નબૂખાદરેસ્સારને આપીશ અને તે એની સર્વ સંપત્તિ તેના શ્રમના બદલા તરીકે લઇ જશે.

Interlinear

Choose Theme