Home Bibles ☰ Books પુનર્નિયમ 4:20 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 4:20 · ગુજરાતી બાઇબલ

પરંતુ તમને તો યહોવા મિસરની ભડભડતી ભઠ્ઠીમાંથી બહાર લઈ આવ્યો હતો, જેથી તમે એની પોતાની પ્રજા બની રહો અને તેમનો પોતાનો વારસો બનો, જેમ તમે આજે છો.

Cross references

નિર્ગમન 1:14

તેમની પાસે બધીજ જાતની કાળી મજૂરી કરાવવા માંડી. ઈંટ અને ચૂનો પાડવાના તથા ખેતરમાં બધીજ જાતનાં સખત કામો કરાવીને તેમનું જીવન અસહ્ય બનાવી દીઘું.

નિર્ગમન 19:5

તેથી હવે જો તમે માંરા કહ્યાં પ્રમાંણે કરશો અને માંરા કરારને ધ્યાન રાખશો, તો સર્વ પ્રજાઓમાં તમે માંત્ર ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી માંરી છે. પણ હું તમને માંરા ખાસ લોકો તરીકે પસંદ કરુ છું.

પુનર્નિયમ 9:26

એટલે મેં તેમને પ્રાર્થના કરી, “હે યહોવા માંરા પ્રભુ, કૃપા કરીને તમાંરા લોકોનો, જેમને તમે અપનાવેલા છે, જેમને તમે તમાંરી મહાન શકિતથી છોડાવ્યા છે, જેમને તમે તમાંરા પ્રચંડ બાહુબળથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છો, તેમનો નાશ ન કરશો.

પુનર્નિયમ 9:29

આખરે તો, તેઓ તમાંરા લોકો છે, તેઓ તમાંરી મિલકત છે, તેઓ તમાંરી વિશિષ્ટ માંલિકીની છે અને તમે તમાંરી મહાન શકિત વાપરી તમે તેમને મિસરમાંથી બહાર લાવ્યા છો.

પુનર્નિયમ 32:9

પરંતુ તેમણે કોઇને ઇસ્રાએલ માંટે ન નીમ્યા, કારણ, ઇસ્રાએલ દેવની પોતાની પ્રજા છે.

1 રાજઓ 8:51

કારણ કે તેઓ તમાંરા પોતાના લોકો છે. તમાંરા વારસો છે. અને જ્યારે તમે તેમનેજે લોખંડની ભઠ્ઠી જેવું હતું. મિસર તેમાંથી બહાર લઇ આવ્યા.

ગીતશાસ્ત્ર 28:9

હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો, અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.

ગીતશાસ્ત્ર 33:12

જે પ્રજાના દેવ યહોવા છે, અને જેઓને તેમણે પોતાના લોકો તરીકે પસંદ કર્યા છે. તેઓને ધન્ય છે.

ગીતશાસ્ત્ર 135:4

યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે; ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.

યશાયા 63:17

હે યહોવા, શા માટે તમે અમારાં હૃદયો કઠણ કર્યા અને અમને તમારા માગોર્થી વાળ્યાં છે? પાછા આવો, તમારા સેવકોને ખાતર, જે કુળો તમારા જ છે.

ચર્મિયા 11:4

જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો.

એફેસીઓને પત્ર 1:18

હું પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં વિશિષ્ટ સમજણનો ઉદય થાય ત્યારે દેવે આપણને પ્રદાન કરવા જે આશા માટે બોલાવ્યા છે તેને તમે ઓળખી શકશો. તમે એ પણ જાણી શકશો કે દેવે તેના પવિત્ર લોકો માટે જે આશીર્વાદનું વચન આપ્યું છે તે સમૃદ્ધ અને મહિમાવંત છે.

તિતસનં પત્ર 2:14

તેણે આપણા માટે પોતાની જાતનું સ્વાર્પણ કરી દીધું. તે બધા અન્યાયથી આપણને છોડાવવા મરણ પામ્યો. તે મરણ આપણને પવિત્ર કરીને પોતાને સારું ખાસ પ્રજા તથા સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક તૈયાર કરે.

Interlinear

Choose Theme