Home Bibles પુનર્નિયમ 17:16 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 17:16 · ગુજરાતી બાઇબલ

તે રાજા પાસે મોટી સંખ્યામાં ઘોડાઓ ન હોવા જોઇએ. અને તેણે ઘોડાઓ લાવવા માંટે પોતાના માંણસોને મિસર મોકલવા નહિ. યહોવાએ આદેશ કર્યો છે કે, ‘તમાંરે ફરી કદી મિસર પાછા જવું નહિ.’

Cross references

નિર્ગમન 13:17

જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે યહોવા તેમને પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં તે રસ્તે તેમને લઈ ગયા નહિ. કારણ કે યહોવાએ વિચાર્યુ કે, “જો યુદ્ધ થાય તો કદાચ લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.”

નિર્ગમન 14:13

પરંતુ મૂસાએ લોકોને ઉત્તર આપ્યો, “ગભરાશો નહિ, ભાગો નહિ, મક્કમ રહો, ને થોડી વાર ઊભા રહો અને જુઓ કે આજે યહોવા તમાંરા લોકોનો શી રીતે ઉદ્ધાર કરે છે! આજ પછી તમે આ મિસરવાસીઓને ફરી કયારેય જોશો નહિ.

ગણના 14:3

યહોવા અમને એ દેશમાં શા માંટે લઈ જાય છે? ત્યાં અમે યુદ્ધમાં માંર્યા જઈશું અને અમાંરી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ બાનમાં પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું સારું!”

પુનર્નિયમ 28:68

યહોવાએ તમને વચન આપ્યું હતું કે તમાંરે મિસર પાછા જવાની જરૂર નહિ પડે, પરંતુ હવે યહોવા જાતે જ તમને વહાણોમાં બેસાડી મિસર પાછા મોકલી આપશે. ત્યાં તમે તમાંરી જાતને તમાંરા દુશ્મનોને ગુલામ તરીકે વેચવા તૈયાર થશો, છતાંય ત્યાં તમને ખરીદનાર કોઈ નહિ હોય.”

1 શમુએલ 8:11

શમુએલે કહ્યું, “તમાંરા ઉપર રાજય કરનાર રાજા આવો વ્યવહાર રાખશે; તે તમાંરા પુત્રોને લઈને તેમની પાસે બળજબરીથી પોતાની રથસેનામાં અને અશ્વસેનામાં સેવા લેશે. અને તેમને પોતાના રથની આગળ આગળ રક્ષક તરીકે દોડાવશે.

2 શમએલ 8:4

દાઉદે તેની પાસેથી 1ણ 700 ઘોડેસ્વાર સૈનિકો અને 20,000 પાયદળના સૈનિકોને કબજે કર્યા. દાઉદે 100 ઘોડાઓ રાખ્યા અને બાકીનાને લંગડા કરી દીધા.

1 રાજઓ 1:5

તે સમયે દાઉદ અને હાગ્ગીથના પુત્ર અદોનિયાએ પોતાના વૃદ્વ પિતાની જગ્યાએ રાજા થવાની મહત્વાકાંક્ષા રાખી હોવાથી તેણે એક રથ મેળવ્યો, ઘોડા અને પોતાના રસાલા માંટે પચાસ માંણસો મેળવ્યા.

1 રાજઓ 4:26

સુલેમાંન પાસે રથોના ઘોડાઓ માંટે 40,000 તબેલા હતા અને 12,000 રથ ચાલકો હતા.

1 રાજઓ 5:6

તેથી હવે લબાનોનમાં તમાંરા સેવકોને માંરા માંટે દેવદાર વૃક્ષ કાપવા હુકમ કરો, માંરા સેવકો તમાંરા સેવકોની સાથે રહેશે; અને તમે જે પ્રમાંણે કહેશો તે મુજબ હું તમાંરા સેવકોને વેતન ચૂકવી આપીશ; કારણ કે તમે જાણો છો કે, કોઇ પણ ઇસ્રાએલી સિદોનીઓની જેમ કેવી રીતે વૃક્ષો કાપવા તે જાણતો નથી!”

1 રાજઓ 10:26

સુલેમાંને રથો અને ઘોડાઓની એક મોટી સેના ઊભી કરી, તેની પાસે 1,400 રથો અને 12,000 ઘોડા હતા. એમાંના કેટલાક એણે ચોક્કસ નિયુકત નગરોમાં રાખ્યા અને બાકીના યરૂશાલેમમાં રાખ્યા.

2 કાળવ્રત્તાંત 9:25

સુલેમાન પાસે ઘોડાઓ અને રથો માટે 4,000 તબેલા તેમજ 12,000 ઘોડેસવારો હતા, એમાંના કટેલાંક એણે રથનગરોમાં રાખ્યા અને બાકીના પોતાની પાસે યરૂશાલેમમાં રાખ્યા.

ગીતશાસ્ત્ર 20:7

કોઇ રાષ્ટો પોતાના સૈન્યો અને શસ્રો વિષે અભિમાન કરે છે, બીજા કોઇ તેમના રથો અને ઘોડાઓ પર અભિમાન કરે છે. પણ અમે અમારા દેવમાં વિશ્વાસ રાખીએ છીએ. અમે અમારા યહોવાના નામના પોકાર કરીશું.

યશાયા 31:1

તેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે; અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે; પણ તેઓ યહોવા પર, ઇસ્રાએલના પરમપવિત્ર દેવ તરફ તેઓ ષ્ટિ કરતા નથી, કે તેની મદદ માંગતા નથી,

યશાયા 36:8

જુઓ, મારા ધણી આશ્શૂરના રાજા સાથે કરાર કરી લો, હું તમને બે હજાર ઘોડા આપવા તૈયાર છું, જો તમે એટલા સવારો મેળવી શકતા હો તો.

ચર્મિયા 42:14

અને એમ કહેશો કે, “અમે આ દેશમાં રહેવા માગતા નથી. અમારે તો મિસર જવું છે, જ્યાં અમારે યુદ્ધ જોવું ન પડે કે રણશિંગડાનો નાદ સાંભળવો ન પડે, તેમ ખાવા માટે અનાજની પણ ખોટ ન પડે. અમારે તો ત્યાં રહેવું છે.’

ચર્મિયા 42:19

યમિર્યાએ વધુમાં કહ્યું, “યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમને યહોવા કહે છે, ‘તમે મિસર જશો નહિ.’ આ બરાબર સમજી લેજો. મેં આજે તમને ચેતવણી આપી દીધી છે.

યર્મિયાનો વિલાપ 17:15

પણ યહૂદાના રાજાએ તેની સામે બળવો કર્યો અને ઘોડાઓ અને મોટી સેના મેળવવા માટે દૂતોને મિસર મોકલ્યા, એ ફાવશે ખરા? સંધિનો ભંગ કરીને તે સજા વગર છટકી શકશે?”

હોશિયા 11:5

મારા લોકો મિસર તરફ પાછા ફરશે નહિ. આશ્શૂર તેમના પર રાજ કરશે. આવું બનશે કારણ કે, તેઓએ મારી તરફ ફરવાનો નકાર કર્યો છે.

હોશિયા 14:3

આશ્શૂર અમને બચાવી શકશે નહિ; હવે અમે કદી યુદ્ધના ઘોડાને ભરોસે રહીશું નહિ, અને હવે અમે કદી હાથે ઘડેલી મૂર્તિને અમારો દેવ કહીશું નહિ’ તમે જ અનાથના નાથ છો.

Interlinear

Choose Theme