Home Bibles ઊત્પત્તિ 46:23 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 46:23 · ગુજરાતી બાઇબલ

દાનનો પુત્ર: હુશીમ.

Cross references

ઊત્પત્તિ 30:6

રાહેલે કહ્યું, “આખરે દેવે માંરી પ્રાર્થના સાંભળી ખરી, તેણે મને એક પુત્ર આપવાનો ન્યાય કર્યો.” તેથી રાહેલે એ પુત્રનું નામ દાન રાખ્યું.

ઊત્પત્તિ 35:25

રાહેલની દાસી બિલ્હાહને પેટે જન્મેલા બે પુત્રો હતા: દાન અને નફતાલી.

ઊત્પત્તિ 49:16

“ઇસ્રાએલના અન્ય પરિવારની જેમ જ દાન પોતાના લોકોનો ન્યાય પોતે કરશે.

ગણના 1:12

દાનનાં કુળસમૂહમાંથી આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર.

ગણના 1:38

દાનના કુળસમૂહમાં 20 વર્ષના અને તેની ઉપરના લશ્કરમાં જોડાવા શક્તિમાંન હોય તેવા બધા પુરુષોની કુટુંબવાર નોંધ કરવામાં આવી.

ગણના 10:25

છેક છેવટે રક્ષક તરીકે દાનના વંશના ધ્વજ હેઠળ બધી સેનાઓના રક્ષક તરીકે ટુકડીવાર કૂચ કરતી. આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે ટુકડીનો આગેવાન હતો. તેની સરદારી હેઠળ દાનના કુળસમૂહોની ટુકડી હતી.

ગણના 26:42

દાનના કુળસમૂહમાં તેઓના પુત્રનાં નામ ઉપરથી કુટુંબ હતું:શૂહામથી શૂહામીઓનું કુટુંબ. આમ દાનના કુળસમૂહનું માંત્ર એક જ કુટુંબ હતું.

પુનર્નિયમ 33:22

મૂસાએ દાન વિષે કહ્યું, “દાન તો સિંહનું બચ્ચું છે-તે બાશાનમાંથી ઢોળાવો પરથી ફાળ ભરતું આવે છે.”

1 કાળવ્રત્તાંત 2:2

દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.

1 કાળવ્રત્તાંત 7:12

ઇરના પુત્રો: હુપ્પીમ તથા શુપ્પીમ; અને આહેરનો પુત્ર હુશીમ હતો.

1 કાળવ્રત્તાંત 12:35

દાનના કુલસમૂહના 28,600 શિક્ષણ પામેલા યોદ્ધાઓ;

Interlinear

Choose Theme