એસાવના વંશજોમાં નીચેના સરદારો હતા.એસાવના સૌથી મોટા પુત્ર અલીફાઝના પુત્ર: સરદાર તેમાંન, સરદાર ઓમાંર, સરદાર સફો, સરદાર કનાઝ,
Cross references
આદાહને એસાવથી અલીફાઝ અવતર્યો. બાસમાંથને રેઉએલ અવતર્યો,
અલીફાઝના પુત્રો તેમાંન, ઓમાંર, સફો, ગાતામ અને કનાઝ હતા.
એસાવની પત્ની ઓહલીબામાંહના દીકરા: સરદાર યેઉશ, સરદાર યાલામ અને સરદાર કોરાહ, અનાહની પુત્રી એસાવની પત્ની ઓહલીબામાંહના આ પુત્રો છે.
અદોમના સરદારો તે સમયે ભયભીત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષો ધ્રૂજે છે; એ બધાં કનાનવાસીઓ પણ હિંમત હારે; માંથાં પર ભયના ઓળા ભારે ઊતરતાં જોઈ,
એસાવના પુત્રો: અલીફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ તથા કોરાહ.
યોબાબના મૃત્યુ પછી, તેમાનીઓના દેશનો હૂશામ રાજા બન્યો.
હદાદ મૃત્યુ પામ્યો પછી અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્યાહ, યથેથ,
આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં.
પછી તેમાનના અલીફાઝે જવાબ આપ્યો કે,
દુષ્ટ લોકો તેમના સંતાનોને મોટાં થતા જુએ છે. દુષ્ટ લોકો પોતાના પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ, મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો.
અદોમના લોકો વિષે યહોવા કહે છે, “તેમાનમાં કશી અક્કલ જ રહી નથી? તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે?
માટે, અદોમ અને તેના લોકો વિષે મારી યોજના શી છે, તે સાંભળી લો; અને જેઓ તેમાનમાં રહે છે તેમની વિરુદ્ધ મેં ઘડેલી યોજના વિષે. નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી જવાશે અને તેમાન નસીબે તેમના ઘેટાંના વાડાને પણ ભયત્રસ્ત કરવામાં આવશે.
તેથી યહોવા મારા માલિક કહે છે; “હું અદોમ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને તેના લોકોનો, જાનવરોનો અને ઢોરઢાંખરાનો હું સંપૂર્ણ નાશ કરીશ. તેમાનથી માંડીને દેદાન સુધીનું સર્વ તરવારથી નાશ પામશે. અને દેશ વેરાન થશે.
તે માટે હું જરૂર તેને સજા કરીશ. હું ‘તેમાનને’ આગ લગાડીશ અને આગ ‘બોસ્રાહના’ કિલ્લાને નષ્ટ કરી નાખશે.”
હે તેમાન, તારા શૂરવીર પુરુષો ભયભીત થઇ જશે અને એસાવના પર્વત પરના પ્રત્યેક વ્યકિતનો નાશ અને સંહાર કરવામાં આવશે.
દેવ તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાનના પર્વત પરથી આવે છે. તેનો પ્રકાશ આકાશમાં પથરાય છે; તેની કિતીર્ પૃથ્વી પર ફેલાય છે.