Home Bibles ☰ Books અયૂબ 2:11 · ગુજરાતી બાઇબલ
અયૂબ 2:11 · ગુજરાતી બાઇબલ

આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં.

Cross references

ઊત્પત્તિ 25:2

કટૂરાહે ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક અને શૂઆહને જન્મ આપ્યા. યોકશાનને શબા અને દદાન બે પુત્રો થયા.

ઊત્પત્તિ 36:11

અલીફાઝના પુત્રો તેમાંન, ઓમાંર, સફો, ગાતામ અને કનાઝ હતા.

ઊત્પત્તિ 36:15

એસાવના વંશજોમાં નીચેના સરદારો હતા.એસાવના સૌથી મોટા પુત્ર અલીફાઝના પુત્ર: સરદાર તેમાંન, સરદાર ઓમાંર, સરદાર સફો, સરદાર કનાઝ,

ઊત્પત્તિ 36:34

યોબાબના અવસાન બાદ તેમાંન દેશનો હુશામ ગાદીએ આવ્યો.

ઊત્પત્તિ 37:35

અને એના બધા પુત્ર-પુત્રીઓએ તેને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો; પણ તે શાંત થયો નહિ અને તેણે કહ્યું, “માંરા મરવાના દિવસ સુધી હું શોક કર્યા કરીશ.” આમ તેના પિતાએ વિલાપ કર્યો.

યહોશુઆ 15:41

ગદેરોથ, બેથ-દાગોન, નાઅમાંહ અને માંક્કેદાહ: આજુબાજુના ગામો સહિત કુલ 16નગર,

1 કાળવ્રત્તાંત 1:32

ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાહના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક અને સૂઆહ થયા.

1 કાળવ્રત્તાંત 7:22

તેઓના પિતા એફ્રાઈમે ઘણા દિવસો સુધી શોક કર્યો, ને તેના ભાઈઓ તેને સાંત્વના આપવા આવ્યા.

અયૂબ 4:1

પછી તેમાનના અલીફાઝે જવાબ આપ્યો કે,

અયૂબ 6:14

મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ, કદાચને તે સર્વસમર્થ દેવને ત્યજીદે.

અયૂબ 6:19

તેમના વેપારીઓ પાણીની શોધ કરે છે. શેબાના મુસાફરો આશાપૂર્વક રાહ જુએ છે.

અયૂબ 8:1

ત્યારે બિલ્દાદ શૂહીએ અયૂબને જવાબ આપ્યો,

અયૂબ 11:1

ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો:

અયૂબ 13:4

તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો. તમે બધાં ઊંટવૈદ જેવા છો. જે કોઇને સાજા કરી શકતા નથી.

અયૂબ 15:1

પછી અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો:

Interlinear

Choose Theme