Home Bibles ઊત્પત્તિ 30:25 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 30:25 · ગુજરાતી બાઇબલ

યૂસફના જન્મ પછી યાકૂબે લાબાનને કહ્યું, “હવે મને માંરે ઘેર જવા દો.

Cross references

ઊત્પત્તિ 18:33

યહોવાએ ઇબ્રાહિમ સાથે બોલવાનું બંધ કરી દીધું, એટલે યહોવા ચાલ્યા ગયા; અને ઇબ્રાહિમ પોતાને ઘેર પાછો ફર્યો.

ઊત્પત્તિ 24:6

ઇબ્રાહિમે તેને કહ્યું, “ના, તું માંરા પુત્રને એ દેશમાં લઈ જઈશ નહિ.

ઊત્પત્તિ 24:54

તેણે અને તેની સાથેના માંણસોએ ત્યાં ખાધુંપીધું અને ત્યાં જ રાત રહ્યાં. બીજે દિવસે સવારે ઊઠયા અને બોલ્યા, “હવે અમે અમાંરા ધણીની પાસે જઈશું.”

ઊત્પત્તિ 24:56

પરંતુ નોકરે તેઓને કહ્યું, “મને રોકશો નહિ, યહોવાએ માંરો પ્રવાસ સફળ બનાવ્યો છે. હવે મને જવા દો જેથી હું માંરા ધણીને જઈને મળું.”

ઊત્પત્તિ 26:3

અત્યારે તું આ જ દેશમાં રહે; હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજોને બધા પ્રદેશો આપીશ. અને તારા પિતા ઇબ્રાહિમ આગળ મેં જે સમ ખાધા હતા તે પૂરા કરીશ.

ઊત્પત્તિ 27:44

તારા ભાઈનો ક્રોધ ના શમે ત્યાં સુધી થોડો સમય તું તેની પાસે રહે.

ઊત્પત્તિ 28:13

અને યાકૂબે જોયું તો દેવદૂતો સીડી ઉપરથી ચઢતા-ઊતરતા હતા. અને યહોવા સીડી પાસે ઊભા હતા. યહોવાએ કહ્યું, “હું તમાંરા પિતા ઇબ્રાહિમનો દેવ યહોવા છું. હું ઇસહાકનો દેવ છું. જે જમીન પર તું સૂતો છે તે જમીન હું તને અને તારા વંશજોને આપીશ.

ઊત્પત્તિ 28:15

“હું તમાંરી સાથે છું અને હું તમાંરું રક્ષણ કરીશ. તમે જયાં જશો ત્યાંથી હું તમને પાછો આ ભૂમિ પર લઈ આવીશ. મેં તને જે કરવાનું વચન આપ્યું છે તે જયાં સુધી પૂરું નહિ કરી લઉં ત્યાં સુધી હું તારો સાથ છોડવાનો નથી.”

ઊત્પત્તિ 31:13

હું એ દેવ છું, જે બેથેલમાં તારી પાસે આવેલ એ જગ્યાએ તેં એક વેદી બનાવી અને તેલથી તેનો અભિષેક કર્યો હતો. અને માંરી આગળ શપથ લીધા હતા. હવે ઊભો થા, અને અત્યારે જ આ જગ્યા છોડી દે, અને તારા જન્મસ્થળે પાછો જા.”‘

ઊત્પત્તિ 31:55

બીજે દિવસે સવારે લાબાન વહેલી સવારે ઉઠયોે પોતાના પૌત્ર-પૌત્રીઓ અને પુત્રીઓને ચુમ્યા અને તેઓને આશીર્વાદ આપ્યા; પછી તે ઘરે પાછો ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 7:4

“તેથી ઈબ્રાહિમે ખાલ્દી દેશ છોડ્યો અને તે હારાનમાં રહેવા ગયો. ઈબ્રાહિમના પિતાના મૃત્યુ પછી દેવે તેને આ સ્થળે મોકલ્યો. જ્યાં હાલમાં તમે રહો છો.

હિબ્રૂઓને પત્ર 11:9

દેવે જે દેશમાં જવાનું વચન આપ્યું હતું ત્યાં જઈને રહ્યો. ઇબ્રાહિમ ત્યાં એક મુસાફરની માફક રહ્યો. કારણ કે તેને વિશ્વાસ હતો. ઈસહાક અને યાકૂબને પણ તે જ વચન મળ્યું હતું. તેઓ પણ તંબુમાં રહ્યા હતા.

હિબ્રૂઓને પત્ર 11:15

જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત.

Interlinear

Choose Theme