Home Bibles ઊત્પત્તિ 30:26 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 30:26 · ગુજરાતી બાઇબલ

જેમને માંટે મેં તમાંરી નોકરી કરી તે માંરી પત્નીઓ અને બાળકો મને સોંપી દો, એટલે હું ઘરભેગો થાઉં. તમે જાણો છો કે, મેં તમાંરી કેવી નોકરી કરી છે.”

Cross references

ઊત્પત્તિ 29:19

લાબાને કહ્યું, “હું એને બીજા કોઈની સાથે પરણાવું તેના કરતાં તારી સાથે પરણાવું તે એના માંટે સારું છે. તેથી માંરી સાથે રહો.”

ઊત્પત્તિ 29:20

એટલા માંટે યાકૂબ ત્યાં રહ્યો. અને સાત વર્ષ સુધી લાબાન માંટે કામ કરતો રહ્યો. છતાં એ સાત વરસ તેને સાત દિવસ જેવા લાગ્યા, કારણ કે તે રાહેલને ખૂબ પ્રેમ કરતો હતો.

ઊત્પત્તિ 29:30

તેથી યાકૂબે રાહેલની સાથે પણ શારીરિક સંબંધ બાંધ્યો. અને લેઆહ કરતાં વધારે પ્રેમ રાહેલને આપ્યો. અને યાકૂબે લાબાનને માંટે બીજા સાત વર્ષ સુધી કામ કર્યુ.

ઊત્પત્તિ 30:29

યાકૂબે જવાબ આપ્યો, “તમે પોતે જાણો છો કે, મેં તમાંરે માંટે કેવો સખત પરિશ્રમ કર્યો છે. અને તમાંરાં ઘેટાંબકરાંની મેં કેવી સંભાળ રાખી છે.

ઊત્પત્તિ 31:6

તમે બંને જાણો છો કે, મેં તમાંરા પિતા માંટે માંરાથી શકય તેટલી સખત મહેનત કરી છે.

ઊત્પત્તિ 31:26

લાબાને યાકૂબને કહ્યું, “તેં માંરી સાથે દગો શા માંટે કર્યો? અને તું માંરી પુત્રીઓને યુદ્વમાં પકડાયેલી હોય તેમ શા માંટે લઈ જાય છે?”

ઊત્પત્તિ 31:31

યાકૂબે લાબાનને કહ્યું, “હું તમને કહ્યાં વિના એટલા માંટે ચાલી નીકળ્યો કારણ કે હું ડરી ગયો હતો. મને એમ કે તમે તમાંરી પુત્રીઓને જબરજસ્તી માંરી પાસેથી લઈ લેશો.

ઊત્પત્તિ 31:38

મેં તમાંરા માંટે વીસ વર્ષ સુધી કામ કર્યુ છે. તે બધાં જ સમય દરમ્યાન કોઈ પણ બચ્ચું ઘેટીઓનું જન્મ થતી વખતે મૃત્યુ પામ્યું નથી અને ઘેટી પણ મૃત્યુ પામી નથી. મેં તારાં ઘેટાં-બકરાંનાં ટોળામાંથી એક પણ ઢોર ખાધું નથી.

હોશિયા 12:12

યાકૂબ અરામમાં ભાગી ગયો, અને ઇસ્રાએલે પત્ની મેળવવા ત્યાં કામ કર્યું, તેણે તેણીને ઘેટાં ચરાવીને મેળવી.

Interlinear

Choose Theme