Home Bibles ☰ Books હિબ્રૂઓને પત્ર 11:15 · ગુજરાતી બાઇબલ
હિબ્રૂઓને પત્ર 11:15 · ગુજરાતી બાઇબલ

જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત.

Cross references

ઊત્પત્તિ 11:31

તેરાહએ પોતાના પરિવારને સાથે લીધો અને કાસ્દીઓના ‘ઉર’ નગરને છોડી દીધું. તેઓએ કનાન યાત્રા કરવાની ઈચ્છા પ્રદશિર્ત કરી. તેરાહએ પોતાના પુત્ર ઇબ્રામ, પોતાનો પૌત્ર લોત (હારાનનો પુત્ર) પોતાની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની) સારાયને સાથે લીધા. તેઓએ હારાન સુધીની યાત્રા તો કરી અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.

ઊત્પત્તિ 12:10

તે દિવસો દરમ્યાન દેશમાં દુકાળ હતો. વરસાદ પડતો ન હતો અને કોઇ પણ જાતનું અનાજ ઊગતું ન હતું. તેથી ઇબ્રામ જીવતો રહેવા માંટે થોડા સમય માંટે મિસર ગયો.

ઊત્પત્તિ 24:6

ઇબ્રાહિમે તેને કહ્યું, “ના, તું માંરા પુત્રને એ દેશમાં લઈ જઈશ નહિ.

ઊત્પત્તિ 31:18

પછી તે તેના પિતા જયાં રહેતા હતા તે કનાન દેશમાં મેસોપોટામિયામાં જે કાંઈ મળ્યું હતું તે બધું લઈને, પોતાનાં બધાં ઢોરને હંાકતો હાંકતો પોતાના પિતા ઇસહાકને મળવા નીકળી પડયો.

ઊત્પત્તિ 32:9

યાકૂબે કહ્યું, “હે માંરા પૂર્વજ ઇબ્રાહિમના દેવ, હે માંરા પિતા ઇસહાકના દેવ! તેં જ મને કહ્યું હતું કે, ‘તારા દેશમાં તારા વતનમાં પાછો જા, હું તારું ભલું કરીશ.

Interlinear

Choose Theme