Home Bibles ☰ Books ઊત્પત્તિ 24:56 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 24:56 · ગુજરાતી બાઇબલ

પરંતુ નોકરે તેઓને કહ્યું, “મને રોકશો નહિ, યહોવાએ માંરો પ્રવાસ સફળ બનાવ્યો છે. હવે મને જવા દો જેથી હું માંરા ધણીને જઈને મળું.”

Cross references

ઊત્પત્તિ 45:9

“તમે ઝટ માંરા પિતા પાસે જાઓ, ને તેમને આ સંદેશ આપો: તમાંરો પુત્ર યૂસફ આ કહે છે:”દેવે મને સમગ્ર મિસરનો શાસનકર્તા બનાવ્યો છે, માંટે વિલંબ કર્યા વગર હમણાં જ માંરી પાસે આવો.

યહોશુઆ 1:8

એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો જ તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે.

નીતિવચનો 25:25

દૂર દેશથી આવતા શુભ સમાચાર તરસ્યા ગળા માટે શીતલ પાણી જેવા લાગે છે.

યશાયા 48:15

“મેં મારી જાતે જ આ આગાહી કરી હતી અને કોરેશને હાંક મારીને બોલાવ્યો છે; હું તેને અહીં લઇ આવ્યો છું અને તેને સફળ બનાવીશ.

Interlinear

Choose Theme