Home Bibles ☰ Books ઊત્પત્તિ 19:31 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 19:31 · ગુજરાતી બાઇબલ

એક દિવસ મોટી દીકરીએ નાનીને કહ્યું, “પૃથ્વી પર બધી જ જગાએ પુરુષો અને સ્ત્રીઓના વિવાહ થાય છે, પરંતુ પૃથ્વી ઉપર કોઈ પુરુષ નથી જેની સાથે આપણે પતિ-પત્ની તરીકે ઘર માંડી શકીએ. આપણા પિતા પણ વૃદ્વ થયા છે.

Cross references

ઊત્પત્તિ 4:1

આદમ અને તેની પત્ની હવા વચ્ચે જાતિય સંબંધ થયો અને તે ગર્ભવતી થઈ અને એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ તેઓએ ‘કાઈન’ રાખ્યું. હવાએ કહ્યું, “યહોવાની સહાયથી મને પુત્ર મળ્યો છે.”

ઊત્પત્તિ 6:4

ત્યારે યહોવાએ કહ્યું, “માંરા આત્માંને હું કાયમ માંટે મનુષ્યો દ્વારા દુ:ખી નહિ થવા દઉં, કારણકે તેઓ આખરે તો મનુષ્યો જ છે. તેઓનું આયુષ્ય 120 વર્ષનું થશે.”

ઊત્પત્તિ 16:2

સારાયે ઇબ્રામને કહ્યું, “જુઓ, યહોવાએ મને કોઈ બાળક આપ્યું નથી તેથી તમે માંરી દાસીને રાખી લો. હું તેનાં બાળકને આપણું બાળક માંનીશ.” ઇબ્રામે પોતાની પત્નીનું કહ્યું માંની લીધું.

ઊત્પત્તિ 16:4

હાગાર ઇબ્રામથી ગર્ભવતી થઈ. જયારે તેને ખબર પડી કે, તે ગર્ભવતી હતી, ત્યારે તે પોતાની જાતને તેણીની શેઠાણી સારાય કરતાં વધારે સારી માંનવા લાગી. અને તેનો તિરસ્કાર કરવા લાગી.

ઊત્પત્તિ 19:28

ઇબ્રાહિમે સદોમ અને ગમોરાહ નગર તરફ નજર કરી અને નદી કાંઠાના સમગ્ર પ્રદેશ તરફ જોયું તો એમાંથી ધુમાંડો ઉપર ચઢતો હતો, જાણે ભઠ્ઠીનો ધુમાંડો ન હોય!

ઊત્પત્તિ 38:8

પછી યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ રાખ. દિયર તરીકેની તારી ફરજ અદા કર, અને તારા ભાઈ માંટે પ્રજા પેદા કર.”

ઊત્પત્તિ 38:14

તેથી તેણીએ પોતાનાં વૈધવ્યનાં વસ્રો ઉતારી અને પોતાનો ચહેરો બુરખાથી ઢાંકી દીધો. અને પોતાનો દેહ ઢાંકીને તિમ્નાહને રસ્તે આવેલ એનાઇમની ભાગોળ આગળ એક સ્થળે બેઠી. તે જાણતી હતી કે, શેલાહ મોટો થયો છે. તેમ છતાં તેને તેણીની સાથે પરણવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

પુનર્નિયમ 25:5

“બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષને પરણવું નહિ. તેના પતિના ભાઈએ તેની સાથે લગ્ન કરીને દિયર તરીકેની ફરજ બજાવવી.

યશાયા 4:1

તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે કે, “અમે અમારો પોતાનો રોટલો ખાઇશું અને અમારાઁ પોતાનાં વસ્ત્રો પહેરીશું. પણ તું અમને તારે નામે ઓળખાવા દે, જેથી અમારું કુવારાંપણાનું મહેણું ટળે.”

માર્ક 9:6

પિતરે શું કહેવું તે જાણતો ન હતો. કારણ કે તે અને બીજા બે શિષ્યો બહુ બીધા હતા.

Interlinear

Choose Theme