તેથી તેણીએ પોતાનાં વૈધવ્યનાં વસ્રો ઉતારી અને પોતાનો ચહેરો બુરખાથી ઢાંકી દીધો. અને પોતાનો દેહ ઢાંકીને તિમ્નાહને રસ્તે આવેલ એનાઇમની ભાગોળ આગળ એક સ્થળે બેઠી. તે જાણતી હતી કે, શેલાહ મોટો થયો છે. તેમ છતાં તેને તેણીની સાથે પરણવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
Cross references
તેણે નોકરને પૂછયું, “પેલો માંણસ ખેતરમાં ફરનારો, આપણને મળવા આવે છે તે કોણ છે?”નોકરે કહ્યું, “તે માંરા ધણીનો પુત્ર છે.” એટલે રિબકાએ પોતાનો ચહેરો બુરખામાં છુપાવી દીધો.
પછી પોતાની પુત્રવધૂ તામાંરને યહૂદાએ કહ્યું, “માંરો પુત્ર શેલાહ મોટો થાય, ત્યાં સુધી તું તારા પિયરમાં જઇને વિધવા તરીકે રહે.” કારણ કે કદાચ તે શેલાહ પણ તેના ભાઈઓની જેમ માંર્યો જાય. તેથી તામાંર તેના બાપને ઘેર જઈને રહી.
પછી તે ઊઠીને ચાલી ગઈ, અને બુરખો કાઢીને તેણે વિધવાનાં વસ્રો પહેરી લીધાં.
પછી યહૂદાએ વસ્તુઓ ઓળખીને કબૂલ કર્યુ અને કહ્યું, “તે નિદોર્ષ છે, દોષ માંરો છે, કારણ કે મેં એને માંરા પુત્ર શેલાહ સાથે પરણાવી નહિ તેનું આ પરિણામ છે.” તે પછી તેણે તેને ફરીથી જાણી નહિ.
કોઇવાર ગલીઓમાં, ક્યારેક બજારની જગ્યામાં, તો કોઇવાર ચોકમાં શેરીના-ખૂણે લાગ તાકીને ઊભી રહેતી હતી.
“જરા ઊંચી નજર કરીને ટેકરીઓ તરફ જો, એવી કોઇ જગ્યા છે જ્યાં તું વેશ્યાની માફક ન વતીર્ હોય? ટાંપી બેઠેલા રણમાંના આરબની જેમ તું રસ્તાની ધારે પ્રેમીઓની રાહ જોતી બેઠી છે, અને તેં તારા અધમ વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ષ્ટ કરી છે.
અને ત્યાં તેં તારાં રૂપને ષ્ટ કર્યું. જતા આવતા સૌને તારી કાયા સમપિર્ત કરીને વારાંગનાવૃત્તિ ચાલુને ચાલુ રાખી.