સારાયે ઇબ્રામને કહ્યું, “જુઓ, યહોવાએ મને કોઈ બાળક આપ્યું નથી તેથી તમે માંરી દાસીને રાખી લો. હું તેનાં બાળકને આપણું બાળક માંનીશ.” ઇબ્રામે પોતાની પત્નીનું કહ્યું માંની લીધું.
Cross references
યહોવા દેવ દ્વારા બનાવેલાં કોઈ પણ જંગલી પ્રાણી કરતાં સાપ વધારે કપટી હતો. (તે સ્ત્રીને દગો કરવા ઈચ્છતો હતો.) સાપે સ્ત્રીને કહ્યું, “હે સ્ત્રી, તમને દેવે ખરેખર એમ કહ્યું છે કે, તમાંરે બાગનાં કોઈ પણ વૃક્ષનાં ફળ ખાવાં નહિ?”
પુરુષે કહ્યું, “તમે જે સ્ત્રી માંરા માંટે બનાવી, તેણે મને એ વૃક્ષનાં ફળ આપ્યાં, ને મેં ખાધાં.”
પછી યહોવા દેવે મનુષ્યને કહ્યું:“મેં તને આજ્ઞા કરી હતી કે, તું આ વિશિષ્ટ વૃક્ષનાં ફળ ખાઈશ નહિ, પરંતુ તેં તારી પત્નીની વાત માંની અને તે વૃક્ષનાં ફળ ખાધાં. એટલે તારે લીધે આ ભૂમિ શ્રાપિત થઈ છે. જીવનપર્યંત પરિશ્રમ કરીશ ત્યારે તું એમાંથી ખાવા પામીશ.
સારાય વાંઝણી હતી. એને કોઈ સંતાન નહોતું.
હું તેને આશીર્વાદ આપીશ. હું તેને પુત્ર આપીશ અને તું પિતા બનીશ. તે ઘણી નવી દેશજાતિઓની માંતા થશે. એને પેટે પ્રજાઓના રાજા જન્મ ધારણ કરશે.”
ત્યારે યહોવાએ કહ્યું, “હું વસંતમાં આવતા વરસે પાછો આવીશ. તે સમયે તારી પત્ની સારા એક બાળકને જન્મ આપશે.”સારા તંબુમાં બારણા પાસે ઊભી રહીને આ વાતો સાંભળતી હતી.
તેથી દેવે અબીમેલેખને અને તેની પત્નીને અને તેની દાસીઓને સાજાં કર્યા અને તેમને સંતાનો થયાં.
તેની પત્નીને બાળકો થતાં ન હતા. આથી ઇસહાકે તેના માંટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ ઇસહાકની પ્રાર્થના સાંભળી અને માંન્ય રાખી અને રિબકા ગર્ભવતી થઇ.
યાકૂબ રાહેલ પર ક્રોધે ભરાયો, તેણે કહ્યું, “હું દેવ નથી, તને માંતા બનવાથી વંચિત રાખનાર તો એ જ છે.”
ત્યારે રાહેલે કહ્યું, “તમે માંરી દાસી બિલ્હાહને તો લઈ શકો છો ને? તમે એને ઋતુદાન કરો એટલે એ માંરા માંટે બાળકને જન્મ આપશે. પછી એના માંરફતે હું માં થઈશ.”
રાહેલે કહ્યું, “આખરે દેવે માંરી પ્રાર્થના સાંભળી ખરી, તેણે મને એક પુત્ર આપવાનો ન્યાય કર્યો.” તેથી રાહેલે એ પુત્રનું નામ દાન રાખ્યું.
પછી લેઆહે વિચાર્યુ કે, તે હવે વધારે બાળકોને જન્મ આપી શકેે તેમ નથી. એટલે પોતાની દાસી ઝિલ્પાહ યાકૂબને પત્ની તરીકે આપી.
પછી દેવે રાહેલની અરજ સાંભળી, દેવે રાહેલને વાંઝિયામેહણું ટાળવા માંટે સમર્થ બનાવી.
જો કદાચ તે અવિવાહિત હશે તો ધણી તેને પત્ની આપી શકશે. અને જો તે પત્ની, પુત્ર કે પુત્રીઓને જન્મ આપશે, તો તે સ્ત્રી તથા તેનાં બાળકો તેના ધણીનાં ગણાશે. અને તે એકલો છૂટો થાય.
શહેરની ભાગોળમાં સર્વ લોકો તથા વડીલોએ કહ્યું કે, “અમે સાક્ષી છીએ; યહોવા આ સ્ત્રીને રાહેલ અને લેઆહ જેવી બનાવે, જેણે ઇસ્રાએલનું ઘર બનાવ્યું હતું. તું એફ્રાથાહમાં સુખી થા, અને બેથલેહેમમાં નામાંકિત થા.
બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે. તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.