Home Bibles પુનર્નિયમ 25:5 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 25:5 · ગુજરાતી બાઇબલ

“બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષને પરણવું નહિ. તેના પતિના ભાઈએ તેની સાથે લગ્ન કરીને દિયર તરીકેની ફરજ બજાવવી.

Cross references

ઊત્પત્તિ 38:8

પછી યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ રાખ. દિયર તરીકેની તારી ફરજ અદા કર, અને તારા ભાઈ માંટે પ્રજા પેદા કર.”

ઊત્પત્તિ 38:9

અને ઓનાનને ખબર હતી કે, એ સંતાનો તેના ગણાશે નહિ. એટલે જયારે જયારે એ પોતાની ભાભી પાસે જતો ત્યારે તે ભૂમિ પર પાડયું જેથી તેના ભાઈની પ્રજા પેદા ન થાય.

રૂત 1:12

જાઓ, માંરી પુત્રીઓ પાછા જાઓ, હવે હું વૃદ્ધ થઈ છું અને ફરીથી પરણું તો પણ કોઇ પુત્રોને જન્મ દઇ શકુ તેમ નથી. હું આજે પરણુ અને આજ રાત્રે ગર્ભવતી બનું અને પુત્રને જન્મ આપુ તો પણ હું તમાંરે માંટે કોઇ કામની નથી.

રૂત 3:9

તેણે તેણીને પૂછયું; “તું કોણ છે?”તેથી રૂથે ઉત્તર આપ્યો કે, “હું તમાંરી સેવિકા રૂથ છું. કેમ કે તમે માંરા નજીકના સગા છો. તેથી માંરા પર તમાંરું પાગરણ પાથરો.”

રૂત 4:5

બોઆઝે કહ્યું, “તું જે દિવસે નાઓમી પાસેથી એ જમીન ખરીદી લેશે,મરનાર માંણસની પત્ની રૂથ જે મોઆબથી છે તે તારી પત્ની બનશે. જ્યારે એને પુત્ર થશે એ જમીન એને મળશે, આ રીતે જમીન મરનાર માંણસના પરિવારની જ રહેશે.”

માથ્થી 22:24

“ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે.

માર્ક 12:19

તેઓએ કહ્યું, ‘ઉપદેશક, મૂસાએ લખ્યું છે કે જો કોઈ પરિણિત માણસ મૃત્યુ પામે અને તેને બાળકો ન હોય, તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત ભાઈ માટે બાળકો થશે.

લૂક 20:28

“ઉપદેશક, મૂસાએ આપણા માટે લખ્યું છે કે જો પરણીત માણસ મૃત્યુ પામે અને તેની પત્નીને બાળક ના હોય તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત્યુ પામેલા ભાઈ માટે બાળકો થશે.

Interlinear

Choose Theme