તે સમયે ઇબ્રામ ઘણો ધનવાન હતો. તેની પાસે ઘણાં પશુઓ, પુષ્કળ રૂપું તથા સોનુ હતું.
Cross references
હવે ઇબ્રાહિમ ખૂબ વૃદ્વ થયો હતો. યહોવાએ ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યા અને તેના પ્રત્યેક કામમાં સફળતા પ્રદાન કરી.
યહોવાએ તેમને ઘેટાંબકરાં, ઊંટો અને ગધેડાં, ઢોરઢાંખર, સોનુંરૂપું, દાસ દાસીઓ આપ્યાં છે.
ઇસહાકે તે પ્રદેશમાં ખેતી કરી અને તે જ વષેર્ મબલખ પાક ઉતર્યો. યહોવાએ તેના પર ધણી કૃપા કરી.
ઇસહાક ધનવાન બની ગયો. જયાં સુધી તે મોટો ધનવાન ન બને ત્યાં સુધી તેની સંપત્તિ વધતી જ ગઈ.
તેની પાસે એટલાં બધાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંખર તેમજ નોકર-ચાકર હતા કે, પલિસ્તીઓ તેની ઈર્ષા કરવા લાગ્યા.
આમ, યાકૂબ ખૂબ શ્રીમંત થઈ ગયો અને તેની પાસે ઘેટાં બકરાંનાં મોટા મોટા ટોળાં, નોકર ચાકરો, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં થયાં. તે ખૂબ સમૃધ્ધ બન્યો.
હંમેશા સતત સ્મરણમાં રાખો કે તમને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંટેનું બળ આપનાર તો એ જ છે; અને એ રીતે તમાંરા પિતૃઓને આપેલું વચન એ પૂર્ણ કરે છે.
યહોવા જ રંક બનાવે છે, ને તવંગર પણ એજ બનાવે છે. યહોવા કોઇ લોકોને ઉતારી પાડે છે, અને બીજાને માંનવંતા બનવા દે છે.
તેની પાસે મિલકતમાં 7,000 ઘેટાં, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓં અને અનેક નોકર-ચાકર હતાં. સમગ્ર પૂર્વવિસ્તારમાં અયૂબના જેવો કોઇ ધનાઢય માણસ ન હતો.
તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે.
અયૂબ, હવે તું તારી જાત દેવને સમપિર્ત કરી દે, અને તેની સાથે સુલેહ કર, જેથી તારું ભલું થશે.
યહોવાની સ્તુતિ થાઓ! જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે. અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
તારા ધનથી અને તારા પહેલા પાકથી યહોવાનું સન્માન કર.
યહોવાના આશીર્વાદ ધનવાન બનાવે છે, અને યહોવા તેમાં મુશ્કેલીઓ ઉમેરતો નથી.
પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે.
શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે. પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે. દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.