Home Bibles ☰ Books અયૂબ 1:3 · ગુજરાતી બાઇબલ
અયૂબ 1:3 · ગુજરાતી બાઇબલ

તેની પાસે મિલકતમાં 7,000 ઘેટાં, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓં અને અનેક નોકર-ચાકર હતાં. સમગ્ર પૂર્વવિસ્તારમાં અયૂબના જેવો કોઇ ધનાઢય માણસ ન હતો.

Cross references

ઊત્પત્તિ 12:5

ઇબ્રામે જયારે હારાન છોડયું ત્યારે તે એકલો ન હતો. ઇબ્રામે પોતાની પત્ની સારાયને અને પોતાના ભાઈના દીકરા લોતને હારાનમાં હતા ત્યારે તેમણે ભેગી કરેલી બધી સંપત્તિને તથા તેમણે રાખેલા બધા નોકરોને સાથે લીધાં અને તેઓ કનાન દેશ જવા નીકળ્યાં અને ત્યાં પહોંચ્યાં.

ઊત્પત્તિ 12:16

ફારુન ઇબ્રામ પ્રત્યે દયાળુ હતો કારણ કે તે સારાયનો ભાઈ છે એમ તેણે ભાળ્યું હતું. અને એ સ્ત્રીને કારણે ફારુન ઇબ્રામ સાથે સારું વત્ર્યો અને તેને ઘેટાં, બકરાં, ઢોરઢાંખર, ગધેડાઓ, ગુલામો અને ઊટો આપ્યાં.

ઊત્પત્તિ 13:6

ઇબ્રામ અને લોતની પાસે એટલા બધાં ઢોરઢાંખર હતાં કે, તે ભૂમિ એક સાથે તે બધાને ઘાસચારો પૂરો પાડી શકે નહિ, એ પ્રદેશ એવો હતો કે, તે બંન્ને એક સાથે રહીને ગુજારો ન કરી શકે.

ઊત્પત્તિ 24:35

યહોવાએ તેમને ઘેટાંબકરાં, ઊંટો અને ગધેડાં, ઢોરઢાંખર, સોનુંરૂપું, દાસ દાસીઓ આપ્યાં છે.

ઊત્પત્તિ 25:6

ઇબ્રાહિમે મૃત્યુ પહેલા પોતાની દાસીઓના પુત્રોને ઇસહાકથી દૂર પૂર્વના પ્રદેશમાં મોકલી દીધા. તે પછી ઇબ્રાહિમે પોતાની બધી મિલકત ઇસહાકને આપી દીધી.

ઊત્પત્તિ 29:1

પછી યાકૂબે પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો, તે પૂર્વના લોકોના પ્રદેશમાં પહોંચ્યો.

ઊત્પત્તિ 32:14

બકરીઓ 200, બકરાઓ 20,અને 200 ઘેટીઓ, 20 ધેટા,

ઊત્પત્તિ 34:23

જો આપણે એમ કરીશું, તો તેમનાં ઢોરઢાંખર અને મિલકતથી આપણે ધનવાન થઈ જઈશું. એટલા માંટે ચાલો આપણે તેમની સાથે કરાર કરીએ અને તેઓ અહીં અમાંરા લોકો સાથે રહેશે.”

ગણના 23:7

બલામે યહોવા તરફથી પોતાને મળેલો સંદેશો પ્રગટ કર્યો તેણે કહ્યું:“મોઆબનો રાજા બાલાક મને અરામમાંથી, પૂર્વના પર્વતોમાંથી લઈ આવ્યો છે, અને મને કહ્યું છે, “આવ, માંરે માંટે યાકૂબને શ્રાપ દે! આવ અને ઇસ્રાએલને શ્રાપ દે.”

ગણના 31:32

યોદ્ધાઓએ જે લૂંટ એકત્ર કરી હતી તેની યાદી: 6,75,000 ઘેટાં,

ન્યાયાધીશો 6:3

જયારે જયારે ઈસ્રાએલી પ્રજા પોતાના ખેતરોમાં વાવણી કરતી ત્યારે ત્યારે મિદ્યાનીઓ, અમાંલેકીઓ અને બીજી પૂર્વની પ્રજાઓ આવીને તેમના ઉપર હુમલો કરતી.

ન્યાયાધીશો 6:5

તેઓ તેમના ઢોર અને તેમના તંબુઓ સાથે ટોળાબંધ ચઢી આવતા, અને લોકો ઉપર મધમાંખીની જેમ ત્રાટકતા એમનાં ઊંટ ગણ્યા ગણાય એમ નહોંતા, અને તેઓ બધાં ભૂમિનો નાશ કરવા આવતા.

ન્યાયાધીશો 7:12

મિદ્યાનીઓ, અમાંલેકીઓ તથા પૂર્વની અન્ય પ્રજાઓ અસંખ્ય સૈનિકોની સાથે તીડોની જેમ ખીણમાં પથરાયેલી હતી, તેમની પાસે દરિયાની રેતીની જેમ પથરાયેલા અસંખ્ય ઊંટ હતાં.

ન્યાયાધીશો 8:10

તે સમયે ઝેબાહ અને સાલ્મુન્ના એમના 15,000 ના સૈન્ય સાથે કાર્કોરમાં હતાં. પૂર્વની પ્રજાઓમાંથી ફકત એટલા જ બચી ગયા હતાં. એમનાં 1,20,000 માંણસો તો યુદ્ધમાં માંર્યા ગયા હતાં.

Interlinear

Choose Theme