Home Bibles નીતિવચનો 3:9 · ગુજરાતી બાઇબલ
નીતિવચનો 3:9 · ગુજરાતી બાઇબલ

તારા ધનથી અને તારા પહેલા પાકથી યહોવાનું સન્માન કર.

Cross references

ઊત્પત્તિ 14:18

શાલેમનો રાજા મલ્ખીસદેક પણ ઇબ્રામને મળવા ગયો. મલ્ખીસદેક પરાત્પર દેવનો યાજક હતો. મલ્ખીસદેક રોટલી અને દ્રાક્ષારસ લઈને આવ્યો હતો.

ઊત્પત્તિ 28:22

આ જગ્યા પર જયાં મેં પથ્થર ઊભો કર્યો છે, તે જગ્યા પવિત્ર સ્થાન બનશે. અને દેવ તું મને જે કાંઈ આપશે તેનો દશમો ભાગ હું તને અર્પણ કરીશ.”

નિર્ગમન 22:29

“તમાંરે તમાંરા ખેતરની ઊપજ તથા તમાંરા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમાંરો જયેષ્ઠ પુત્ર મને આપવો.

નિર્ગમન 23:16

“બીજી રજા કાપણીના પર્વની હશે. આ રજા વહેલા ઉનાળામાં તમે ખેતરમાં જે વાવેતર કર્યુ હોય તેની પ્રથમ ઊપજ પ્રાપ્ત થાય ત્યારે હશે.“ત્રીજી રજા આશ્રયના પર્વમાં જ્યારે ખેતરમાંથી ઉપજ ભેગી કરો ત્યારે રહેશે.

નિર્ગમન 23:19

“તમાંરી જમીનની પ્રથમ ઊપજનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા યહોવા દેવના મંદિરમાં લઈ આવવો. વળી લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.”

નિર્ગમન 34:26

“પ્રતિવર્ષ તમાંરી જમીનનો પ્રથમ પાકનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા દેવ યહોવાના મંદિરમાં લઈને આવવું.“તમાંરે લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.”

નિર્ગમન 35:20

પછી ઇસ્રાએલીઓના સમગ્ર સમુદાયે ભેટો આપવા માંટેની વસ્તુઓ તૈયાર કરવા માંટે મૂસા આગળથી રજા લીધી. અને પોતપોતાના તંબુઓમાં પાછા ફર્યા.

લેવીય 19:25

છેવટે પાંચમે વરસે તમે તેનાં ફળ ખાઈ શકો. જો એમ કરશો તો તેનો ફાલ વધુ ઊતરશે. હું યહોવા તમાંરો દેવ છું.”

ગણના 7:2

ત્યારપછી ઇસ્રાએલનાં કુળસમૂહોના આગેવાનોમાંથી પસંદ કરેલા પુરુષો પોતાનાં અર્પણો લાવ્યા. તેઓ કુળોના મુખ્ય આગેવાનો હતાં અને તેઓએ વસ્તી ગણતરીના કામમાં મદદ કરી હતી.

ગણના 15:20

પહેલી કાપણીના દાણામાંથી બાંધેલા લોટને તમાંરે એક તરફ રાખવો તે પ્રથમ બાંધેલા લોટને ભેટ તરીકે યહોવાને આપો. તે ખળામાંથી આવતા ખાદ્યાર્પણ જેવું ગણાશે.

ગણના 31:50

આથી લૂંટના અમાંરા ભાગમાંથી ખાસ સ્તુત્યાર્પણો યહોવાને અર્પણ કરવા લાવ્યા છીએ: સોનાનાં ધરેણાં, સાંકળા, કડાં, વીટીઓ, કુડળો અને હારો-અમાંરા પ્રાણ બચાવવા બદલ યહોવાને ધરાવવા આવ્યા છીએ. યહોવા સમક્ષ અમાંરા આત્માંઓના પ્રાયશ્ચિતને માંટે આ સર્વ અર્પણો છે.”

પુનર્નિયમ 14:29

લેવીઓ, જેઓને પોતાની કોઇ જમીન નથી તેમજ તમાંરા ગામમાં રહેતા વિદેશીઓ, વિધવાઓ અને અનૅંથો આવીને ખાઈને સંતોષ પ્રાપ્ત કરે, આમ કરશો તો તમાંરો દેવ યહોવા તમે જે કાંઈ કામ હાથમાં લેશો તેમાં તમને લાભ આપશે. અને તેમના આશીર્વાદ તમાંરા પર ઉતરશે.

પુનર્નિયમ 26:2

ત્યારે તમાંરે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યંા છે તેમાં થતા પ્રત્યેક પાકનો પ્રથમ ભાગ તમાંરે લઇ, અને તેને યહોવા તમાંરા દેવ તેની ઉપાસના કરવા જે જગ્યા પસંદ કરે ત્યાં લઇ જવો.

2 કાળવ્રત્તાંત 31:10

અને મુખ્ય યાજક સાદોકવંશથી અઝાર્યાએ જણાવ્યું કે, “લોકોએ યહોવાના મંદિરમાં ભેટો લાવવાનું શરૂ કર્યુ, ત્યારથી અમને પૂરતું ખાવાનું મળી રહે છે. અને એ ઉપરાંત પુષ્કળ વધે છે, કારણ યહોવાએ પોતાના લોકોને પુષ્કળ આશીર્વાદ આપ્યો છે, આ મોટો ઢગ તો જે કઇં વધ્યું તેનો છે.”

નીતિવચનો 14:31

ગરીબને રંજાડનાર તેના સર્જનહારનું અપમાન કરે છે. પણ ગરીબ ઉપર રહેમ રાખનાર તેને સન્માને છે.

હાગ્ગાચ 1:4

“આ મંદિર હજી જર્જરીત અવસ્થામાં ઉજ્જડ પડી રહેલું છે, તે દરમ્યાન તમારે તમારા છતવાળાઁ રૂડાંરૂપાળાં મકાનોમાં રહેવાનો આ વખત છે શું?

માલાખી 3:8

હું પુછું છું, “શું માણસ દેવને લૂંટી શકે? છતાં તમે મને લૂંટો છો. પણ તમે કહો છો, અમે શી રીતે તમને લૂંટીએ છીએ? તમારા પાકનો એક દશાંશમો ભાગ મને નહિ આપીને, તમે મને લૂંટયો છે.

માથ્થી 25:17

જેને બે થેલીઓ મળી હતી તેણે પણ બીજે રોકાણ કયું અને બે થેલી કમાઈ લીધી.

માર્ક 14:7

તમારી સાથે સદાય ગરીબ લોકો હશે, તમે ઈચ્છો તે સમયે તેમને મદદ કરી શકો છે. પણ હું હંમેશા તમારી સાથે નથી.

માર્ક 14:10

પછી બાર પ્રેરિતોમાંનો એક મુખ્ય યાજકોને કહેવા માટે ગયો. આ યહૂદા ઈશ્કરિયોત નામનો શિષ્ય હતો, તે તેઓને ઈસુને સોંપવા ઈચ્છતો હતો.

લૂક 14:13

તેને બદલે જ્યારે તું મિજબાની આપે ત્યારે કૂબડા લોકોને, અપંગોને અને આંધળાઓને નિમંત્રણ આપ.

1 કરિંથીઓને 16:2

પ્રત્યેક સપ્તાહના પ્રથમ દિવસે તમારામાંની પ્રત્યેક વ્યક્તિએ તમારી આવકમાંથી શક્ય હોય તેટલા પૈસા બચાવવા જોઈએ. તમારે આ પૈસા કોઈ વિશિષ્ટ જગ્યાએ રાખવા જોઈએ જેથી હું આવું પછી તમારે તમારા પૈસા એકત્ર કરવાના ન રહે.

2 કરિંથીઓને 8:2

કઠિન મુશ્કેલીઓથી તે વિશ્વાસીઓનું પરીક્ષણ થયું હતું. અને તેઓ ઘણા જ દરિદ્ર લોકો છે. પરંતુ તેમના ઉન્મત આનંદને કારણે તેઓએ મોટી ઉદારતાથી આપ્યું.

2 કરિંથીઓને 8:8

આપવા માટેનો હું તમને આદેશ નથી આપતો. પરંતુ તમારો પ્રેમ સાચો પ્રેમ છે કે કેમ તે મારે જોવું છે. બીજા લોકો ખરેખર સહાયભૂત થાય છે, એ તમને બતાવીને હું આમ કરવા માંગુ છુ.

ફિલિપ્પીઓને પત્ર 4:17

મારે ખરેખર તમારા તરફથી દાન નથી જોઈતું. પરંતુ આપવાથી જે સારું થાય છે તે તમને મળો તેમ હું ઈચ્છુ છું.

1 યોહાનનો પત્ર 3:17

ધારો કે એક વિશ્વાસી કે જે ખૂબ ધનવાન હોવાથી તેની પાસે જરુંરી બધી જ વસ્તુઓ હોય છે. તે ખ્રિસ્તમાં તેના ભાઈને જુએ છે જે ગરીબ છે અને તેની જરુંરી વસ્તુઓ તેની પાસે નથી. તો પછી જો વિશ્વાસી પાસે વસ્તુઓ હોય અને ગરીબ ને મદદ ન કરે તો શું? પછી જે વિશ્વાસી પાસે જરુંરી વસ્તુઓ છે પરંતુ તેના હૃદયમાં દેવની પ્રીતિ હોતી નથી.

Interlinear

Choose Theme