Home Bibles ☰ Books 1 શમુએલ 2:7 · ગુજરાતી બાઇબલ
1 શમુએલ 2:7 · ગુજરાતી બાઇબલ

યહોવા જ રંક બનાવે છે, ને તવંગર પણ એજ બનાવે છે. યહોવા કોઇ લોકોને ઉતારી પાડે છે, અને બીજાને માંનવંતા બનવા દે છે.

Cross references

પુનર્નિયમ 8:17

તમાંરે તમાંરા મનમાં એવું કદીયે વિચારવું નહિ કે ‘આ સમૃદ્ધિ મેં માંરા ભૂજબળ અને ઉધમથી જ મેળવી છે.’

1 કાળવ્રત્તાંત 29:12

ધન અને યશ આપનાર તમે જ છો, તમે જ સર્વ પ્રજા પર શાસન કરનાર છો. અને સાર્મથ્ય અને સત્તા તમારા હાથમાં જ છે; તમે જ સૌને માનપાન અને શકિત પ્રદાન કરો છો,

2 કાળવ્રત્તાંત 32:27

હિઝિક્યા પુષ્કળ સંપત્તિ અને કીતિર્ પામ્યો. તેણે સોનું ચાંદી, રત્નો, અત્તરો, ઢાલ અને બીજી કિંમતી વસ્તુઓ રાખવા ભંડારો

2 કાળવ્રત્તાંત 32:29

વળી તેણે નગરો બંધાવ્યા, અને પુષ્કળ ઘેટાઁબકરાઁના ટોળાં તથા ઢોરઢાંખર પણ ભેગા કર્યા. દેવે તેને સાચે જ પુષ્કળ સંપત્તિ આપી હતી.

અયૂબ 1:21

કહ્યું કે,“મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નગ્ન આવ્યો હતો અને મારા મૃત્યુ સમયે પણ મારી પાસે કશું જ નહિ હોય.યહોવાએ આપ્યું, અને યહોવાએ લઇ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.”

અયૂબ 5:11

તે ગરીબ અને નમ્ર લોકોને ઉચ્ચ બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવી સુરક્ષા આપે છે અને શાંતિ આપે છે.

ગીતશાસ્ત્ર 75:7

પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે, અને બીજાને ઊંચો કરે છે.

ગીતશાસ્ત્ર 75:8

યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે; ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના દુષ્ટો પર રેડી દેવાય છે. અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે.

ગીતશાસ્ત્ર 102:10

તે તમારા રોષ તથા કોપને કારણે છે; કેમકે તમે મને ઊંચો કરી નીચે ફેંકી દીધો છે.

નીતિવચનો 22:2

દરિદ્રી અને દ્રવ્યવાન એક બાબતમાં સરખા છે કારણ કે યહોવાએ બંનેને ર્સજ્યા છે.

યશાયા 2:12

કારણ, સૈન્યોનો દેવ યહોવાએ જે કઇં ગવિર્ષ્ઠ અને અભિમાની છે, જે કઇં ઊંચુ છે તે બધાને નમાવવા માટે એક દિવસ નક્કી કરેલો છે.

ચર્મિયા 49:15

યહોવા કહે છે કે, “જો, હું તને રાષ્ટો વચ્ચે તુચ્છ બનાવીશ અને માનવજાત દ્વારા તિરસ્કૃત બનાવીશ.

યર્મિયાનો વિલાપ 17:24

વનનાં બધા વૃક્ષોને ખબર પડશે કે હું, યહોવા, ઊંચા વૃક્ષોને નીચાં કરું છું અને નીચા વૃક્ષોને ઊંચા કરું છું; લીલાં વૃક્ષને હું સૂકવી નાખું છું અને સૂકા વૃક્ષને હું ફરી લીલા બનાવું છું, આ મેં યહોવાએ કહ્યું છે અને હું તેમ કરીશ.”

યાકૂબનો 1:9

જો વિશ્વાસ રાખનાર ગરીબ હોય તો, તેણે ગર્વ લેવો જોઈએે કેમ કે દેવે તેને આત્મીક સમૃદ્ધિ આપી છે.

Interlinear

Choose Theme