Home Bibles યર્મિયાનો વિલાપ 21:5 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 21:5 · ગુજરાતી બાઇબલ

ત્યારે બધા માણસોને ખાતરી થશે કે મેં યહોવાએ મ્યાનમાંથી તરવાર ખેંચી છે અને એ કદી પાછી મ્યાનમાં જવાની નથી.”‘

Cross references

ગણના 14:21

માંરા જીવ જેટલી ચોકસાઈથી હું માંરા પોતાના ગૌરવ કે જે આખી પૃથ્વીમાં વ્યાપેલું છે તેનાથી સમ ખાઈને કહું છું કે,

પુનર્નિયમ 29:24

“આ જોઈને બધી પ્રજાઓ પૂછશે, ‘યહોવાએ પોતાના આ પ્રદેશના આવા હાલ શા માંટે કર્યા? એના ઉપર આવો ભારે રોષ શા માંટે ઉતાર્યો?’

1 શમુએલ 3:12

તે દિવસ આવશે ત્યારે એલી અને તેના કુટુંબ વિરુદ્ધ મેં જે કંઈ કહ્યું છે તેને પહેલેથી જ તે છેલ્લે સુધી અક્ષરે અક્ષર હું સાચું પાડીશ.

1 રાજઓ 9:7

તો હું ઇસ્રાએલીઓને જે ભૂમિ આપી છે તેમાંથી તેમને હાંકી કાઢીશ; મંદિર કે જેને મેં માંરી ખ્યાતિ માંટે સમપિર્ત કરેલું તેનો ત્યાગ કરીશ અને બધા ઇસ્રાએલીઓ બીજા બધા રાષ્ટો માંટે એક મહેણાંટોણાં અને ધૃણાનું કારણ બનશે;

યશાયા 45:23

“મેં મારી જાત પર સમ લીધાં છે, મેં વચન આપ્યું છે, હું તેને તોડીશ નહિ. કારણ કે તે સત્ય છે કે પૃથ્વીની સર્વ પ્રજાઓ મારી સમક્ષ ઘૂંટણિયે પડશે અને મારા નામ પ્રત્યેની વફાદારી પોતાની જીભેજ કબૂલ કરશે.

યશાયા 55:11

તે જ રીતે મારા વચનો મારા મુખમાંથી નીકળે છે અને હંમેશ ફળ આપે છે. મારી ઇચ્છા પ્રમાણે તે કાર્ય પૂરું કર્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વિના એ પાછો ફરતો નથી.”

ચર્મિયા 23:20

તેઓની વિરુદ્ધ જે શિક્ષા યહોવાએ ઉચ્ચારી છે તેનો સંપૂર્ણ અમલ થશે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. પાછળથી જ્યારે યરૂશાલેમનું પતન થશે ત્યારે મેં જે કહ્યું છે તે તમે સમજી શકશો.

યર્મિયાનો વિલાપ 17:2

“હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલી લોકો આગળ એક ઉખાણું રજૂ કર અને તેમને આ બોધકથા કહે:

યર્મિયાનો વિલાપ 20:48

અને બધા માણસોને ખાતરી થશે કે એ આગ પેટાવનાર હું યહોવા છું અને એને હોલવી શકાય એમ નથી.”‘

યર્મિયાનો વિલાપ 21:30

“‘તારી તરવારને તેના મ્યાનની અંદર પાછી મૂકી દે! તમારા દેશમાં, જ્યાં તમારો જન્મ થયો હતો ત્યાં જ હું તમારો સંહાર કરીશ.

નાહૂમ 1:9

હે નિનવેહ, યહોવા વિરૂદ્ધ તમે શું ષડયંત્ર રચો છો? તે તમારો સંપૂર્ણ નાશ કરી નાખશે. તું બીજીવાર મુશ્કેલી ઊભી નહિ કરી શકે.

Interlinear

Choose Theme